________________
સમદશ આચાર્ય હરિભદ્ર પતંજલિ તરીકે નિર્દેશ કરે છે, જે સાંખ્યયોગાચાર્ય છે. તેઓ ભાસ્કરબંધને ભદંત તરીકે નિર્દેશ છે; તેથી જણાય છે કે તે બદ્ધાચાર્ય હશે. ભગવદ્દત્ત તરીકે જે નિર્દિષ્ટ છે તે સંભવતઃ શિવ યા પાશુપત આચાર્ય હોવા જોઈએ. તેઓ ગેપેન્દ્રના વચનનો બહુ માનપૂર્વક ઉલ્લેખ કરે છે, અને તે સ્થળે કહે છે કે હું જે વસ્તુ કહેવા ઇચ્છું છું તે જ વસ્તુ ગોપેન્દ્ર પણ કહે છે. ગોપેન્દ્રના કથનના ઉદ્ધરણ પરથી એ તો નિશ્ચિત છે કે તે સાંખ્ય–ગાચાર્ય છે. હરિ. ભદ્રના ગ્રંથ સિવાય બીજા કોઈ આધારથી આ સાંખ્યાચાર્યનું નામ યા ઉદ્ધરણ અદ્યાપિ જ્ઞાત નથી. કાલાતીત નામના એક ઈતર
ગાચાર્યને પણ એમણે નિર્દેશ કર્યો છે. એનું વચન ઉદ્ધત કરી પિતાના વિચાર સાથે એની સરખામણી એમણે કરી છે. કાલાતીત કઈ પરંપરાના હશે એ ચેકસ કહી ન શકાય, પણ “અતીત' પદને સંબંધ જોતાં કદાચ તે કઈ શિવ, પાશુપત યા અવધૂત જેવી પરંપરાના હશે એવી કલ્પના થઈ આવે છે. એમણે એક સ્થળે “સમાધિરાજ'૮ પદનો નિર્દેશ કર્યો છે. સમાધિ” સાથે “રાજ' પદ જોડાયેલું જોઈ તે અજ્ઞાત ટીકાકારને એમ ભાસ્યું લાગે છે કે “સમાધિરાજ' એટલે સકળ સમાધિઓમાં અંતિમ અને મુકુટ જેવો પ્રધાન સમાધિ૮ પરંતુ ઉપલબ્ધ યોગસાહિત્યના સ્વલ્પ પણ પરિચયથી મને એમ જણાયું છે કે હરિભદ્ર વાપરેલ “સમાધિરાજ' પદ એ ગ્રંથવિશેષનું બેધક છે. તે ગ્રંથ સમાધિરાજ' નામે જ જાણીતો છે અને અતિપ્રાચીન છે. એ ગ્રંથનો તેમજ તેની પ્રાપ્તિને ઇતિહાસ ભારે રોમાંચક છે. આ ગ્રંથ કનિષ્કના સમય જેટલો જૂનો છે. તેનાં જુદે જુદે સમયે ચીની ભાષામાં ત્રણ રૂપાંતરો તો થયા જ છે અને તે મળે પણ છે. ચોથું રૂપાંતર ટિબેટન ભાષામાં થયું છે. મૂળ ગ્રંથ કદમાં નાનો, છતાં ક્રમે ક્રમે તે વધતો ગયો છે. જે ટિબેટન ભાષાન્તર છે તે તો મૂળ ગ્રંથના છેલ્લા વધારાનું ભાષાન્તર છે, અને એ છેલ્લે વધારાવાળો “સમાધિ રાજ' નેપાળમાં મૂળરૂપે મળી આવે છે. “સમાધિરાજ'ની ભાષા