________________
૭૩
યોગ૫રંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૧ માર્ગમાં પ્રવેશે છે. ૨૭ હરિભદ્ર પહેલાં આવું સ્પષ્ટ વિધાન કોઈ જૈનાચાર્યે ભાગ્યે જ કર્યું હશે.
જૈન પરંપરા અહિંસાપ્રધાન હોઈ તેને ધાર્મિક આચાર અહિંસાના પાયા ઉપર જ રચાયો છે, પણ મોટે ભાગે હિંસાવિરમણ આદિ પદે નિવૃત્તિસૂચક હોઈ એની ભાવાત્મક બાજુ ઉપેક્ષિત રહી છે. હરિભદ્ર જોયું કે હિંસાનિવૃત્તિ, અસત્યનિવૃત્તિ આદિ અણુવ્રત કે મહાવ્રતો એ માત્ર નિવૃત્તિમાં પૂર્ણ થતાં નથી, પણ એની બીજી પ્રવર્તક બાજુય છે. તેથી એમણે જૈન પરંપરામાં પ્રચલિત અહિંસા, અપરિગ્રહ જેવાં વ્રતોની ભાવના પૂર્ણપણે વ્યક્ત કરવા મત્રી, કરણ આદિ ચાર ભાવનાઓ ઉપર પણ ભાર આવ્યો. અલબત્ત, આ ભાવનાઓ યોગસૂત્ર ૨૮ અને તત્ત્વાર્થાધિગમસૂત્રમાં ૨૯ છે જ, પણ એ ભાવનાઓનો વિકાસ મોટે ભાગે મહાયાની પરંપરા દ્વારા થયો છે. હરિભદ્ર પિતાના બીજ અનેક ગ્રંથોમાં મહાયાની આદિ ઈતર પરંપરાએ પિધેલા ધર્મના ભાવાત્મક સદેશને સ્વીકારી તેમાંથી ઉત્તમ રસાયન નિપજાવે છે, તેમ યોગશતકમાં પણ તેમણે એ ભાવનાઓને ગૂંથી નિવૃત્તિ અને પ્રવૃત્તિ ધર્મના પારસ્પરિક ઉપકારરૂપ આધ્યાત્મિક રસાયન નિપજાવ્યું હોય તેમ લાગે છે.
હરિભદ્રની તુલનાદષ્ટિ એગશતકમાં પણ દેખાય છે. તેમણે વેગનું લક્ષણ યા સ્વરૂપ ત્રણ દૃષ્ટિઓથી રજુ કરી તુલનાનું દ્વાર ઉઘાડયું છે. વેગ એ શ્રેયઃ સાધવાનો દીર્ઘતમ ધર્મવ્યાપાર છે. એમાં બે અંશે છે: એક નિષેધભાગીય અને બીજો વિધિભાગીય. કલેશોને નિવારવા એ નિષેધ બાજુ. તેને લીધે પ્રગટતી શુદ્ધિને કારણે ચિત્તની કુશળમાર્ગમાં જ પ્રવૃત્તિ એ વિધિ બાજ. આ બંને બાજુઓને આવરતો ધર્મવ્યાપાર એ જ ખરી રીતે પૂર્ણ યોગ છે. પણ આ વેગનું સ્વરૂપ પતંજલિએ “ચિત્તવૃત્તિનિરોધ ”૩૧ શબ્દથી પ્રધાનપણે અભાવમુખે સૂચવ્યું છે, જ્યારે બૌદ્ધ પરંપરાએ “કુશળ ચિત્તની એકાગ્રતા યા ઉપસંપદા ૩૨ જેવા શબ્દો દ્વારા પ્રધાનપણે ભાવમુખે સૂચવ્યું છે.