________________
૭૪
સમદર્શી આચાય હરિભદ્ર
ઉપર ઉપરથી જોનારને આ બંને લક્ષણા કાંઈક વિધી લાગે, પણ વસ્તુતઃ એમાં કશા જ વિરોધ નથી; એક જ વસ્તુની બે બાજુઓને ગૌણ-મુખ્યપણે દર્શાવવાનાં આ બે પ્રયત્ન છે. જાણે આ ભાવ સૂચવવા જ હરિભદ્રે પાતંજલ અને બૌદ્ધ પર પરાસંમત અને લક્ષણાને તુલના દૃષ્ટિએ નિર્દેશ્યાં છે અને અંતે જૈનસ ંમત લક્ષણ, જે તેમણે પોતાના બધા ગ્રંથામાં ચેાજ્યું છે, તેમાં પહેલાંનાં બંને લક્ષણાના દૃષ્ટિભેદે સમાવેશ સૂચવ્યેા છે. તેમનું અભિપ્રેત લક્ષણ એ છે કે જે ધર્મવ્યાપાર મેાક્ષતત્ત્વ સાથે જોડાણ કરી આપે તે યાગ. ૩૩ આ એમનું લક્ષણ સર્વાંગ્રાહી હોઈ તેમાં નિષેધભાગીય અને વિધિભાગીય અને સ્વરૂપે આવી જાય છે.
योगविंशिका
વસુબન્ધુએ વિજ્ઞાનપરત્વે વિશિકા અને ત્રિશિકા જેવા ગ્રંથા લખ્યા છે. વીસ પદ્યનું પરિમાણ હોય તે વિશિકા. હરિભદ્રે આવી રચનાનું અનુકરણ કરી વિશિકાઓ રચી છે. એમણે એવી વીસ વિશિકાઓ રચી છે, અને તે બધી પ્રાકૃતમાં છે. વીસે વિશિકાનું સંસ્કૃત છાયા તેમ જ અંગ્રેજી સાર સાથે સંપાદન પ્રે. અભ્ય’કરે કરેલું છે, અને તે કૉલેજના અભ્યાસક્રમમાં પણ હતું. આ વીસ વિશિકાઓ પૈકી ચેાગવિશિકા સત્તરમી છે. તે બધી વિશિકાઓ ઉપર કાઈ વિદ્યાને ટીકા રચી છે કે નહિ તે અજ્ઞાત છે, પણ માત્ર યાગવિશિકા ઉપર સંસ્કૃત ટીકા મળે છે. એના રચિયતા છે ઉપાધ્યાય યશાવિજ્યજી. એમણે પેાતાની એક ગુજરાતી કૃતિમાં “ જોઈ યાગની વીશી રે ''૩૪ એમ ઉલ્લેખ કર્યાં છે. એમણે યોગવિશિકા ઉપર જે સંસ્કૃત ટીકા લખી છે તે એના મૂળ હાર્દને અતિસ્પષ્ટપણે રજૂ કરે છે, અને પ્રાસગિક ચર્ચામાં ઉપાધ્યાયજી પાતાની તક શૈલીને પણ યાગ્ય ઉપયોગ કરે છે. એકદર આ ટીકા તે વિશિકાના૩૫ અનુશીલન માટે બહુ ઉપયાગી છે.