________________
સમદશ આચાર્ય હરિભદ્ર વિષયક, ઉપર સૂચવેલ અને બીજો પણ, વિશાળ સાહિત્યિક વારસો મળે, જેનાં પ્રમાણે એમના પોતાના જ યુગ વિષયક મૂળ ગ્રંથ અને તેમની પત્ત વ્યાખ્યાઓમાંથી મળી રહે છે. હરિભદ્ર માત્ર સાહિત્યિક વારસો જ ધરાવતા એમ પણ નથી; તેમનાં યોગ વિષયક વિવિધ વિચારો અને પ્રતિપાદનો ઉપરથી એમ નિઃશંક લાગે છે કે તેઓ યોગમાર્ગને અનુભવી પણ હતા. તેથી જ તેમણે સ્વાનુભવ અને સાહિત્યિક વારસાને બળે યોગ વિષયને લગતી એવી કૃતિઓ રચી છે કે જે ચોગ પરંપરાને લગતા અત્યાર લગીના જ્ઞાત સાહિત્યમાં અનોખી વિશેષતા ધરાવે છે. તત્ત્વજ્ઞાનને લગતા પોતાના ગ્રંથમાં એમણે તુલના અને બહુમાનવૃત્તિ દ્વારા જે સમત્વ દર્શાવ્યું છે તે સમવની પરાકાષ્ઠા તો તેમના લેગ વિષયક ગ્રંથોમાં પ્રગટ થાય જ છે; ઉપરાંત, એ યોગ વિષયક ગ્રંથમાં બે મુદ્દા એવા તરી આવે છે કે જે તેમના સિવાયની ઈતર કોઈ પણ કૃતિમાં મેં એવા સ્પષ્ટરૂપે જોયા નથી. તેમાંથી પહેલે મુદ્દો એટલે પિતાની પરંપરાને પણ નવી દૃષ્ટિની કડવી ગોળી આપી તેમાં ખૂટતી કડીની પૂર્તિ કરવી છે, અને બીજો મુદ્દો તે જુદા જુદા સંપ્રદાય અને પંથે વચ્ચે, સંકીર્ણ દૃષ્ટિને કારણે, અધૂરા અભ્યાસને કારણે તેમ જ પારસ્પરિક પરિભાષાની ગેરસમજાતીને કારણે જે અંતર ચાલ્યું આવતું અને પોષાતું તેને નિવારવાને યથાશક્તિ પ્રયત્ન. હરિભદ્રની આ વિશેષતાનું મૂલ્યાંકન કરવા માટે તેમના ચાર ગ્રંથનું વિહંગાવલોકન કરવું અત્રે પ્રસ્તુત છે. તેમના એ ચાર ગ્રંથો પૈકી બે પ્રાકૃત ભાષામાં છે અને બે સંસ્કૃતમાં. જે પ્રાકૃત ભાષામાં છે તે “યોગવિંશિકા” અને “યોગશતક' મુખ્યપણે જૈન પરંપરાની આચાર-વિચારપ્રણાલીને અવલંબી લખાયેલા છે. પણ એમ લાગે છે કે તે દ્વારા જૈન પરંપરાના રૂઢ માનસને વિશેષ ઉદાર બનાવવાનો તેમનો આશય હોય. તેથી જ તેમણે યોગવિંશિકામાં જૈન પરંપરામાં પ્રચલિત એવી ચૈત્યવંદન જેવી દૈનિક ક્રિયાનો આશ્રય લઈ તેમાં જ્ઞાનયોગ, કર્મગ અને પ્રીતિ