________________
૬૫
યોગ પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૧
તમાર્ગનું વર્ણન પૂરું કરી આગળ વિચારીએ તે પહેલાં ત્રણ ઐતિહાસિક તીર્થકરોની જીવનચર્યાની તુલના સંક્ષેપમાં કરી લઈએ. બુદ્ધ, ગોશાળક અને મહાવીર એ ત્રણે સમકાલીન હતા. તે કાળમાં ઉત્તર અને પૂર્વ ભારતના વિશાળ પથરાટ ઉપર અનેક શ્રમણ અને પરિવ્રાજકનાં જૂથો વિચરતાં. બધા પિતપોતાની રીતે ઉત્કટ કે મધ્યમ પ્રકારનું તપ કરતા. બુદ્દે ઘર છોડયું ત્યારથી જ તપશ્ચર્યા કરવા માંડેલી. એમણે પિતાને મુખે પિતાની તપશ્ચર્યાનું જે વર્ણન કર્યું છે, અને જે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્ત્વનું છે, તેમાં, તેમણે પોતે આચરેલા, નાના પ્રકારના તપનો નિર્દેશ છે. ૧૫ એ નિર્દેશ જોતાં એમ કહી શકાય કે અવધૂતમાર્ગમાં જે પ્રકારનાં તપ આચરવામાં આવતાં, બુદ્ધ એવાં જ તપ કરેલાં. અવધૂતમાગમાં પશુ અને પક્ષીના જીવનનું અનુકરણ કરતાં તો વિહિત છે. બુદ્દે એવાં ઉગ્ર તપો સેવેલાં. ગોશાળક અને મહાવીર બંનેય તપસ્વી તો હતા જ, પણ એમની તપશ્ચર્યામાં ન હતા અવધૂતની આગવી તપસ્યાનો અંશ કે ન હતો. તાપસની વિશિષ્ટ તપસ્યાનો અંશ. બંને તીર્થનાયક દેહદમન ઉપર ભાર આપતા, નગ્ન વિચરતા, સ્મશાન અને શૂન્ય ગૃહમાં એકાકી રહેતા, શુષ્ક અને નીરસ આહાર લેતા અને લાંબા લાંબા ઉપવાસ પણ કરતા, છતાં તેઓએ કદી બુદ્ધ આચર્યા છે તેવાં તપત્રત નહીં જ આચરેલાં. બુદ્ધ અંતે એ તપમાર્ગ છોડી ફંટાય છે, ત્યારે ગોશાળક અને મહાવીર બંને તપશ્ચર્યાને ઠેઠ સુધી વળગી રહે છે. આ મુદ્દાનું વિશ્લેષણ કરતાં એમ લાગે છે કે બુદ્ધ તપની ઉત્કટ કેટિ સુધી પહોંચ્યા, અને જ્યારે એનું પરિણામ એમને સંતેષ ઉપજાવે એવું ન આવ્યું ત્યારે તેઓ મુખ્યપણે ધ્યાનમાર્ગ તરફ વળ્યા અને તપને નિરર્થક માનવા-મનાવવા લાગ્યા.૧૭ કદાચ આ એમના અતિ ઉત્કટ દેહદમનની પ્રતિક્રિયા હોય. પણ ગોશાળક અને મહાવીરની બાબતમાં એમ નથી. એમણે ઉગ્ર તપ સાથે પહેલેથી જ ધ્યાન જેવા અંતસ્તપ તરફ પૂરું લક્ષ આપેલું. અને તેમણે એ પણ કહ્યું કે