________________
સમદર્શ આચાર્ય હરિભદ્ર તે ભિક્ષા દ્વારા. અવધૂત ખોપરી પણ રાખતા, તે તાપસો માત્ર લાકડાનું કે એવું કોઈ પાત્ર રાખતા, અને કેટલાક પાણિપાત્ર પણ રહેતા તેમ જ ભિક્ષાટન કરતા. એમાંથી અનેક તાપસો પંચાગ્નિ તપ૧૨ કરતા અને કોઈ ને કઈ રીતે સાદું તેમ જ ઉગ્ર જીવન જીવી મન વશ કરવા મથતા. અતિશત અને અતિઉષ્ણુ સહન કરવું એ એમને ખાસ વિધિ રહે. આજે પણ આવા તાપસો છૂટાછવાયા અને કેટલીક વાર જૂથમાં મળે જ છે. પરંતુ અવધૂત અને તાપસ વર્ગની તપશ્ચર્યામાં સુધારો થવા લાગ્યો. પંચાગ્નિ તપને બદલે માત્ર સૂર્યને આતાપ લેવો એ જ ઈષ્ટ મનાયું. ચાર દિશામાં સતત લાકડાં બાળી ધૂણી ધખાવવી, એમાં હિંસાનું તત્વ જણાતાં એ વિધિ પડતો મુકાયો. પત્ર, ફળ, મૂળ, કંદ જેવી વનસ્પતિ પર નભવું એ પણ વાનસ્પતિક જીવહિંસાની દૃષ્ટિએ ત્યાજ્ય લેખાયું. જટા ધારણ કરતાં જે જૂ કે લીખનો સંભવ છે તેના વિચારથી સર્વથા મધ્ય ઇષ્ટ મનાયું, અને સર્વથા મુંડન પણ અસ્તરાથી ન કરવું, પણ પિતાને હાથે જ કેશને ખેંચી કાઢવાં એ નિરવદ્ય મનાયું. આ રીતે તાપસ પ્રથામાં જે અહિંસાની દૃષ્ટિએ ૧૩ વિશેષ સુધારે કે પરિવર્તન થયાં, તે તપસ્વીમાર્ગ તરીકે જાણીતાં થયાં. તપસ્વીમાર્ગ એ અહિંસાની દૃષ્ટિએ તાપસમાનું એક સંસ્કરણ જ છે. પાર્શ્વનાથ અને વિશેષ કરીને મહાવીર આ તપસ્વીમાર્ગને પુરસ્કર્તા છે. જૈન આગમોમાં જે પ્રાચીન વર્ણન સચવાયાં છે, તેમાં તાપસ અને તપસ્વી જીવનની ભેદરેખા ૧૪ સ્પષ્ટ છે. તપસ્વી જીવનમાં ઉત્કટ, ઉત્કટતર અને ઉત્કટતમ તપને સ્થાન છે, પણ એમાં દષ્ટિ મુખ્યપણે એ રહી છે કે એવું તપ આચરતાં સૂક્ષ્મ પણ જીવની વિરાધના ન થાય. આ રીતે આપણે સંક્ષેપમાં જોયું કે મહાદેવના પૌરાણિક જીવનથી માંડી મહાવીરના ઐતિહાસિક વર્ણન સુધીમાં તપની બાહ્ય ચર્યાને આશ્રી ઉત્તરોત્તર કે સુધારે કે ફેરફાર થતો ગયો છે. આ સુધારા કે વિકાસનું સમગ્ર ચિત્ર ભારતીય વાલ્મયમાં મળી આવે છે.