________________
સમદર્શી આચાર્ય હરિભદ્ર વિશેષે દાખલ થયું અને તેમને સમજાવા લાગ્યું કે માત્ર કઠોરમાં કઠોર દેહદમન પણ એમનું ધ્યેય સિદ્ધ કરી ન શકે. આ વિચારે તેમને વાસંયમ ભણું પ્રેર્યા અને મનની એકાગ્રતા સાધવાના વિવિધ ઉપાયોની શપ ભણી પણ પ્રેર્યા. અનેક સાધકે સ્થળ તપના આચરણમાં જ ઈતિશ્રી લેખતા, છતાં કેટલાક વિરલ વિવેકી એ સ્થૂળ તપને અંતિમ ઉપાય ન માની, તેને એક બાહ્ય સાધન લેખી, તેનો ઉપયોગ કરતા અને મુખ્યપણે મનની એકાગ્રતા સાધવાના ઉપાયોમાં તેમ જ મનની શુદ્ધિ સાધવાના પ્રયત્નમાં જ પોતાની બધી શક્તિ વાપરતા. આ રીતે તપમાર્ગને વિકાસ થતો ચાલ્યો અને તેના સ્થૂળ-સૂક્ષ્મ અનેક પ્રકારો પણ સાધકોએ સ્વીકાર્યા. જ્યાં લગી આ સાધના તપને નામે જ મુખ્યપણે ચાલુ રહી, ત્યાં લગીમાં એના ત્રણ ફાંટાઓ તે અસ્તિત્વમાં આવી જ ગયા. તે આ ઃ (૧) અવધૂત, (૨) તાપસ, અને (૩) તપસ્વી.
અવધૂત એ લોકજીવન અને લેયથી સર્વથા વિપરીત. એનું વર્ણન પૌરાણિક સાહિત્યમાં સચવાયું છે, તેમાંય ભાગવતપુરાણું ખાસ ઉલ્લેખનીય છે. તેના પાંચમા સ્કલ્પના પાંચમા અને છઠ્ઠા અધ્યાયોમાં નાભિનન્દન અષભદેવની અવધૂત તરીકેની ચર્ચા વર્ણવી છે, અને અગિયારમા સ્કલ્પમાં ચોવીસ ગુરુ કરનાર દત્તની અવધૂત તરીકેની ચર્ચા છે. અવધૂતનો ટૂંકમાં અર્થ એટલો જ છે કે તે સાધક મનુષ્ય હોવા છતાં બુદ્ધિપૂર્વક માનવીય સમાજની પ્રચલિત ચર્યાનો ત્યાગ કરી પશુ કે પક્ષી જેવું નિરવ જીવન જીવનાર. જૈન પુરાણોમાં પણ ઋષભદેવ પ્રથમ તીર્થકર તરીકે સ્થાન પામે જ છે. તેમાં ભાગવત જેવું અજગર, ગાય, મૃગ કે કાક જેવી ચર્યાનું વર્ણન તો નથી, છતાં જે ઉત્કટ તપનું વર્ણન છે તે એટલું તો સૂચવે જ છે કે ઋષભદેવ સર્વથા નિર્મમ થઈ જીવન જીવનાર કોઈ વિશિષ્ટ અવધૂત તરીકે લકોમાં આદર પામેલા. પ્રાચીન સમયની આ અવધૂત પરંપરા મહાદેવ, દત્ત કે એવા કોઈ પૌરાણિક યોગીઓને નામે ચાલતા પંથમાં કોઈને