________________
દાનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા
૫૫ સદ્ગણમાં ચડિયાતા એવા કોઈ મહામાનવ કે મહાપુરુષ પ્રત્યે ભક્તિપ્રણત થવાનો અને તેની શરણાગતિ સ્વીકારવાનો ભાવ સાહજિક રીતે જ થઈ આવે છે. આ ભાવથી પ્રેરાઈ તે એવી કોઈ સમર્થ વ્યક્તિની કલ્પના કરે છે. તે કલ્પના સહેજે એક સ્વતંત્ર અને જગત્કર્તાધર્તા ઈશ્વરની માન્યતામાં પરિણમે છે, અને માનવ તેને આદર્શ માની જીવન જીવે છે. હરિભદ્ર વિચાર્યું કે માનવમાનસની આ ભક્તિ કે શરણગતિની ઝંખના મૂળે તે ખોટી નથી. તેથી એમણે એવી ઝંખનાને કઈ ઠેસ ન પહોંચે અને તેને તક તેમ જ બુદ્ધિવાદ સાથે મેળ બેસે એવી રીતે ઈશ્વરકર્તવવાદનું તાત્પર્ય પિતાની સૂઝથી દર્શાવ્યું. તેમણે કહ્યું કે જે પુરુષ પોતાના જીવનને નિર્દોષ કરવાના પ્રયત્નને પરિણામે ઉચ્ચતમ ભૂમિકાએ પહોંચ્યો હોય તેવો પુરુષ જ સાધારણ આત્માઓમાં પરમઅસાધારણ આત્મા છે અને એ જ સર્વગમ્ય, અનુભવસિદ્ધ ઈશ્વર છે. જીવન જીવવામાં એ આદર્શરૂપ હોવાથી તે જ કર્તા તરીકે ભક્તિપાત્ર અને ઉપાસ્ય હોઈ શકે,
હરિભદ્ર, જાણે માનવીય મનનું ઊંડાણ માપતા ન હોય તેમ, કહે છે કે લેકે જે શાસ્ત્રો અને વિધિનિષેધ પ્રત્યે આદર ધરાવે છે તે શાસ્ત્રો અને તે વિધિ-નિષેધ તેને મન ઈશ્વરપ્રણીત હોય તે જ તે સંતોષ પામે. આવી વૃત્તિ મિથ્યા નથી. તેથી એ વૃત્તિ પોષાતી રહે અને તર્ક તેમજ બૌદ્ધિક સમીક્ષાની કસોટીએ સાચું ઠરે એવું તારણ કાઢવું ઘટે. આ તારણ એટલે ઉપર સૂચવ્યું તે અર્થાત સ્વપ્રયત્ન વિશદ્ધિની ટોચે પહોંચેલ વ્યક્તિને આદર્શ માની તેના ઉપદેશોમાં કર્તુત્વની ભાવના પિષવી તે. વળી, હરિભદ્રની કર્તવ વિષયક તુલના એથીયે આગળ જાય છે. તે કહે છે કે જીવમાત્ર તાવિક રીતે શુદ્ધ હાઈ પરમાત્મા યા પરમાત્માને અંશ છે અને તે પિતાપિતાના સારા-નરસા ભાવિનો કર્તા પણ છે. આ દૃષ્ટિએ જોઈએ તે છેવ એ ઈશ્વર અને તે જ કર્તા. આમ કર્તવવાદની સર્વસાધારણ ઝંખનાને તેમણે તુલના દ્વારા એક વિધાયક રૂપ આપ્યું.૩૦