________________
૫૪
સમદર્શ આચાર્ય હરિભદ્ર ખુલાસો કરવા કર્મવાદ સ્થાપ્યો છે. એ જ રીતે તેમણે ચિત્તશક્તિ કે ચિત્તવાસનાને કર્મ તરીકે સ્વીકારનાર મીમાંસક અને બૌદ્ધ મતનું પણ નિરાકરણ કરી જૈન દૃષ્ટિએ કર્મનું સ્વરૂપ સૂચવ્યું છે. આ ચર્ચામાં તેમને એમ લાગ્યું કે જૈન પરંપરા કર્મનું ઉભયવિધ સ્વરૂપ માને છે. તે ભૌતિક પરિસ્થિતિને ચેતન ઉપર પડતે પ્રભાવ અને ચેતનસંસ્કારને ભૌતિક પરિસ્થિતિ ઉપર પડતો પ્રભાવ સ્વીકારતી હોઈ સૂક્ષ્મ ભૌતિક દળને દ્રવ્યરૂપે અને અવગત સંસ્કારવિશેષને ભાવકર્મરૂપે વર્ણવે છે. હરિભદ્ર જોયું કે જૈન પરંપરા બાહ્ય ભૌતિક તો અને આંતરિક ચેતનશક્તિ એ એના પરસ્પર પ્રભાવવાળા સંયોગને માની તેને આધારે કર્મવાદ અને પુનર્જન્મનું ચક્ર ઘટાવે છે, તે ચાર્વાક મત છેવટે પોતાની રીતે ભૌતિક દ્રવ્યનો સ્વભાવ સ્વીકારે છે અને મીમાંસક તેમ જ બૌદ્ધ અભૌતિક તત્ત્વનો એવો સ્વભાવ સ્વીકારે છે; એટલે હરિભદ્ર એ બન્ને પક્ષોમાં રહેલ એક એક બાજુને પરસ્પરની પૂરક લેખે સત્ય ગણું કહી દીધું કે જૈન કર્મવાદમાં ચાર્વાક ૨૮ અને મીમાંસક કે બૌદ્ધ મંતવ્યનો ૨૯ સુમેળ થયેલું છે. આ રીતે એમણે કર્મવાદની ચર્ચામાં તુલનાનું દૃષ્ટિબિંદુ ઉપસ્થિત કર્યું.
૨. ન્યાય, વૈશેષિક આદિ સંમત ઈશ્વરના જગકર્તુત્વવાદનો પ્રતિવાદ શાન્તરક્ષિતની પેઠે હરિભદ્ર પણ કર્યો છે, પરંતુ શાન્તરક્ષિત અને હરિભદ્રની દૃષ્ટિમાં નેધપાત્ર અંતર છે. શાન્તરક્ષિત માત્ર પરવાદનું ખંડન કરી પરિતોષ પામે છે, જ્યારે હરિભદ્ર એ અસમ્મતવાદની પિતાની માન્યતાને અનુસરીને સમીક્ષા કરવા છતાં વિચારે છે કે શું આ ઈશ્વરકવવાદની પાછળ કોઈ માનસશાસ્ત્રીય રહસ્ય તે નથી છુપાયું? જાણે કે આ સમભાવમૂલક વિચારણામાંથી જ તેમને એવું સૂઝી ન આવ્યું હોય તેમ પોતાની દૃષ્ટિએ એ તારવી કાઢેલ રહસ્યને તુલનાત્મકદષ્ટિએ રજૂ કરે છે. - તેઓને માનવીય સ્વભાવના નિરીક્ષણ ઉપરથી એમ જણાયું હોવું જોઈએ કે સાધારણ માનવમાત્રને પિતાના કરતાં શક્તિ અને