________________
પર
સમદર્શ આચાર્ય હરિભદ્ર વ્યાખ્યા કરી છે તેવી તે હરિભદ્રની વ્યાખ્યા નથી જ, પણ હરિભદ્ર પછી લગભગ નવસો વષે થયેલ વાચક યશોવિજયજીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયનું મહત્ત્વ જોઈ તેના ઉપર વિસ્તૃત વ્યાખ્યા લખી છે. નિ:સંદેહ એ વ્યાખ્યા સત્તરમા સૈકા સુધીમાં થયેલ ભારતીય દાર્શનિક ચિન્તનધારાઓના વિકાસનો નમૂનો પૂરો પાડે છે, પણ એ વ્યાખ્યા તે કાળે પ્રતિષ્ઠા પામેલ નવ્ય ન્યાયની ગંગેશશૈલીમાં લખાયેલ હોઈ એ દરેક જિજ્ઞાસુને સુગમ નથી, જ્યારે કમલશીલની વ્યાખ્યા બહુ
સુગમ છે.
આ રીતે જોતાં એમ કહી શકાય કે શાસ્ત્રવાર્તાસમુચ્ચયને તત્ત્વસંગ્રહની સમાન કેટિએ ન મૂકી શકાય. હરિભદ્ર પોતે જ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં તત્ત્વસંગ્રહના પ્રણેતા શાન્તરક્ષિતને “સૂક્ષ્મબુદ્ધિ ૨૭ કહી એની યોગ્યતાની પૂરી કદર કરે છે. પણ તુલનામાં એક બીજી દષ્ટિ પણ વિચાર કરવા જેવી છે અને તે જ દષ્ટિ અત્રે પ્રસ્તુત છે
સામાન્ય રીતે દાર્શનિક પરંપરાના બધા જ મોટા મોટા વિદ્વાનો પિતાથી ભિન્ન એવી પરંપરા પ્રત્યે અથવા તેનાં મંતવ્યો કે આચાર્યો પ્રત્યે પહેલેથી લાઘવબુદ્ધિ અને ક્યારેક ક્યારેક અવગણનાવૃત્તિ પણ કેળવતા અને પિષતા આવેલા. પિતાથી ભિન્ન એવી ધર્મ કે દર્શન પરંપરા પ્રત્યે કે તેમના પુરસ્કર્તાઓ અને આચાર્યો પ્રત્યે ગુણગ્રાહી દૃષ્ટિએ આદર સૂચવતી વૃત્તિ એ દાર્શનિક જાદવાસ્થળીમાં નજરે નથી પડતી; એટલું જ નહિ, પણ પ્રતિવાદીનાં મંતવ્યોને કોઈ પણ રીતે દૂષિત કરવાં એ એક જ ધ્યેય તે ક્ષેત્રમાં પોષાયેલું લાગે છે. પ્રતિપક્ષી દાર્શનિકની દૃષ્ટિમાં કાંઈ પણ સત્ય છે કે નહિ તે શોધવાની અને જ્ઞાત થાય તે તેને સ્વીકારવાની તટસ્થ વૃત્તિ તો કઈ દાખવતું જણાતું નથી. શાન્તરક્ષિત જેવા બહુશ્રુત આચાર્ય અને ભિક્ષુપદે વિરાજતા આધ્યાત્મિક પથના પથિકે પણ પિતાના ગ્રંથમાં જે જે પર પક્ષોની સૂક્ષ્મ અને વિસ્તૃત સમાલોચના કરી છે, તેમાં કોઈ પણ સ્થાને એમણે એ પર પક્ષના ખંડન સિવાય બીજુ દષ્ટિબિંદુ ઉપસ્થિત કર્યું જ