________________
દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા
૫૧ હોવા ઉપરાંત તાંત્રિક પણ હતા.૨૫ કમલશીલે પિતાના ગુરુ શાન્તરક્ષિતના મૂળ ગ્રંથને જે ન્યાય આપ્યો છે તે વિરલ છે. શાન્તરક્ષિત સુશ્લિષ્ટ અને પ્રસન્ન પઘોમાં જે જે સંક્ષેપમાં ગ્રથિત કરેલું તે બધાનું વિશદ વિવરણ તે કમલશીલે કર્યું જ છે, પણ વધારામાં તેને લગતી ઘણુ વિગતે તેણે ઉમેરી છે અને એમાં ગ્રંથ અને ગ્રંથકારોનાં નામની તથા અવતરણોની એટલી સુંદર પૂરવણી કરી છે કે તેથી એ તત્ત્વસંગ્રહ અનેક દૃષ્ટિએ વિશેષ અધ્યેતવ્ય બની ગયો છે.
હરિભદ્ર એ જૈન આચાર્ય છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ કોઈ એક સ્થાને સ્થિર વાસ ન કરી શકે અને નાના કે મોટા વિદ્યાપીઠનું પ્રધાનપદ તે સ્વીકારી જ ન શકે. જૈન પરંપરામાં બૌદ્ધ કે બ્રાહ્મણ પરંપરાની પેઠે વિદ્યાપીઠ હતાં પણ નહિ, એટલે હરિભદ્રનું જે અધ્યયન-અધ્યાપન કે શાસ્ત્રીય પરિશીલન હતું તે મુખ્યપણે પિતાની આસપાસ વિચરતા અને રહેતા એક બહુ નાના મુનિમંડળ પૂરતું જ સંભવી શકે. આમ છતાં હરિભદ્રની જિજ્ઞાસા અને વિદ્યાવ્યાગવૃત્તિ એટલી બધી ઉત્કટ લાગે છે કે તેમણે પોતાની એ સ્થિતિમાં પણ તે કાળે લભ્ય એવી બધી દાર્શનિક પરંપરાઓનું તલસ્પર્શી અધ્યયન કરેલું. શાન્તરક્ષિત સર્વદર્શનવિશારદ છતાં બૌદ્ધ શાખાઓના નિકટતમ અભ્યાસી; તેમ હરિભદ્ર ઇતર દર્શનના સુવિદ્વાન છતાં જૈન પરંપરાની તત્કાલીન બધી શાખાઓના નિકટતમ અભ્યાસી. શાન્તરક્ષિતની પેઠે હરિભદ્ર ટિબેટ કે નેપાળ સુધી નથી ગયા; પણ તેઓ જે પ્રદેશમાં વિચર્યા, ત્યાં રહીને પણ નાલંદા આદિ બૌદ્ધ વિદ્યાપીઠોના મહાન ગ્રંથકારોની કૃતિઓનું ઊંડું પારાયણ તેમણે કરેલું.
શાન્તરક્ષિતના મૂળ ગ્રંથ તત્ત્વસંગ્રહ કરતાં શાસ્ત્રવાર્તાસમુચ્ચયનું કદ બહુ નાનું છે–એક પંચમાંશથી પણ કાંઈક ઓછું. હરિભકે એ ગ્રંથની વ્યાખ્યા પિતે જ કરી છે, પણ તે બહુ જ ટૂંકી. તત્વસંગ્રહમાં છે તેવી જ મતમતાંતરની સમીક્ષા શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં છે, પણ એ તત્વસંગ્રહ કરતાં સંક્ષિપ્ત. કમલશીલે જેવી વિશદ અને વિસ્તૃત