________________
દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા
शास्त्रवार्तासमुच्चय
હવે હરિભદ્રના ખીજો ગ્ર ંથ શાસ્ત્રવાર્તાસમુચ્ચય લઈ વિચાર કરીએ કે તેમણે એ ગ્રંથ દ્વારા દાર્શનિક પરંપરામાં કર્યું અસાધારણ કહી શકાય એવું દૃષ્ટિબિંદુ દાખલ કર્યું છે. આ માટે આપણે શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ઇતર પરંપરાના અનેક દાનિક ગ્રંથા સાથે સરખામણી કરીએ તેા જ કાંઈક સ્પષ્ટ વિધાન કરી શકાય. હરિભદ્ર પહેલાં તે વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરામાં અનેક રધર આચાર્યાંના વિસ્તી મહત્ત્વપૂર્ણ ગ્રંથા મળે છે, જેમાં તે તે પરંપરાના આચાર્યાંએ ઇતર પરપરાએનાં મતવ્યો અને આચારાની સમલોચના ઊંડાણ અને વિસ્તારથી કરી છે. એ મુખ્ય મુખ્ય બધા ગ્રંથા સાથે તુલના કરવાને અત્રે અવકાશ નથી, પણ તેવા પૂર્વવર્તી ગ્રંથરાશિમાં મુકુટનું સ્થાન ધરાવવાની ચેાગ્યતાવાળા એકમાત્ર તત્ત્વસંગ્રહ સાથે શાસ્ત્રવાર્તાસમુચ્ચયની તુલના કરીએ તે અત્રે એ પૂરતું ગણાવું જોઈ એ.
૪:
તત્ત્વસંગ્રહ એ બૌદ્ધ પરપરાતા ગ્રંથ છે. એના પ્રણેતા છે શાન્તરક્ષિત. શાન્તરક્ષિત હરિભદ્રના નિકટ પૂ`કાલીન અને કદાચ વૃદ્ધ સમકાલીન. શાન્તરક્ષિતે વનનાં છેલ્લાં તેર વર્ષે ટિમેટમાં ગાળ્યાં અને ત્યાં બૌદ્ધ પરંપરાના દૃઢ પાયા નાખ્યા.૨૨ તે પહેલાં તેઓ નેપાળમાં પણ હતા, પણ મુખ્યપણે તે તેએ નાલંદા ઔદ્ધ વિદ્યાપીના પ્રધાન આચાર્યં. તે કાળે આના જેવું વિશાળ વિદ્યાપી અન્યત્ર કયાંય હોય એવું નિશ્ચિત પ્રમાણ જ્ઞાત નથી. નાલંદાના વિદ્યાપીઠમાં માત્ર બૌદ્ધ પર પરાઓને જ અભ્યાસ ન થતા; ત્યાં તે કાળે હયાત હાય એવી ભારતીય બધી પરંપરાની વિદ્યાઓનું અધ્યયન-અધ્યાપન થતું. હારેાગમે વિદ્યાર્થી, સેંકડા અધ્યાપકેા અને મહત્તમ પુસ્તકાલય તેમ જ દેશ-વિદેશના જિજ્ઞાસુએ—આવા વિદ્યાસમૃદ્ વાતાવરણમાં વિદ્યાપીઠના પ્રધાન આચાર્ય પદે રહેલા શાન્તરક્ષિતનું વિદ્યામય વ્યક્તિત્વ કેવું હશે એની કાંઈક ઝાંખી એમના તત્ત્વસ ંગ્રહુ ગ્રંથથી મળે છે.
४