________________
૪૮
સમદર્શ આચાર્ય હરિભદ્ર આમ આસ્તિક-નાસ્તિક પદનો અર્થ માત્ર આધ્યાત્મિકવાદ અને બહિરર્થવાદમાં મર્યાદિત હતો, પણ કાળક્રમે આસ્તિક પરંપરામાં અનેક દર્શન અને સંપ્રદાય ઊભાં થયાં. એક વર્ગ એવો હતો, જે બધું ચિંતન અને બધે વ્યવહાર વેદની આસપાસ ગોઠવો; બીજે વર્ગ એ વર્તુલથી સાવ વિરોધી હતા. વેદ માને તે વૈદિક યજ્ઞ આદિ કર્મકાંડને, તેના સૂત્રધાર પુરોહિત બ્રાહ્મણને અને બ્રાહ્મણત્વ જાતિને પણ અનિવાર્ય રીતે માને જ અને આ માન્યતા સ્થિર રાખવા તે વેદની પેઠે બ્રાહ્મણ અને બ્રાહ્મણત્વ જાતિનું સર્વોપરિ પણું સ્વીકારે જ. બીજો વર્ગ આ માન્યતાથી સાવ ઊલટી રીતે પ્રતિપાદન કરતે. તેને મન કોઈ પણ પુરુષનું વચન અને આચાર વેદ અને વૈદિક કર્મ જેટલાં જ પ્રતિષ્ઠિત. એને મન એક અમુક જતિ માત્ર જન્મને કારણે શ્રેષ્ઠ અને બીજી કનિષ્ઠ એમ પણ ન હતું. આ મતભેદ જેમ જેમ ઉગ્ર થતો ગયો તેમ તેમ આસ્તિક અને નાસ્તિકની વ્યાખ્યા પણ નવી રીતે શરૂ થઈ. વેદવાદીઓએ કહ્યું કે વેદ ન માને તે નાસ્તિક, ૨૦ પછી ભલે ને તે આત્મા, પુનર્જન્મ આદિ માનતે હોય. બીજી બાજુથી વિરોધી વર્ગે કહ્યું કે જે અમારાં શાસ્ત્રો ન માને તે મિથાદષ્ટિ યા તૈર્થિક. આ રીતે આસ્તિક-નાસ્તિક પદનો અર્થ તાવિક માન્યતાથી ખસી ગ્રંથ અને તેના પુરસ્કર્તાઓની માન્યતામાં રૂપાંતર પામે. - હરિભદ્રના સમય સુધીમાં આ અર્થગત રૂપાંતર દઢમૂળ થયેલું હતું. તેમ છતાં હરિભદ્ર એ સાંપ્રદાયિક વૃત્તિને વશ ન થયા અને વેદ માને કે ન માને, જેન શાસ્ત્ર માને કે બીજાં શાસ્ત્ર માને, બ્રાહ્મણત્વની પ્રતિષ્ઠા કરે કે માનવમાત્રની, પણ જો એ આત્મા, પુનર્જન્મ આદિ તરોને માને છે તે આસ્તિક જ કહેવાય–આ હરિભદ્રની દૃષ્ટિ પાણિનિ જેટલી પ્રાચીન તે છે જ, પણ ઉત્તરકાળમાં એ દૃષ્ટિમાં જે સાંપ્રદાયિક સંકુચિતતા આવી તેને હરિભદ્ર વશ ન થયા અને કહી દીધું કે વૈદિક કે અવૈદિક બધાં આત્મવાદી દર્શને આસ્તિક છે. આને હરિભદ્રની સંપ્રદાયથી પર એવી સમત્વદષ્ટિ ન કહીએ તે શું કહેવું?