________________
૪૩
સમદર્શી આચાય હરિભદ્ર
સરસ્વતી હાય, એ બધાને મન દાનિક મોખરે છે; તેથી જ તે પ્રમાણ માને છે અને કાણુ નથી માનતા ?
હાય કે સદનસંગ્રહકાર માધવ હોય કે પ્રસ્થાનભેદકાર મધુસૂદન ચિંતનમાં વેદરક્ષાનું સ્થાન જુએ છે કે કાણુ વેદને
સર્વપ્રથમ એ
સદનસ ગ્રહની શૈલી સસિદ્ધાંતસ ગ્રહની શૈલી કરતાં અવશ્ય જુદી પડે છે; પણ તેનેય એક સૂર એ તો છે જ કે અવૈદિક દનાનું સથા નિરાકરણ કરવું. તે ચાર્વાક મતનું નિરસન બૌદ્ધ દ્વારા અને બૌદ્ધ મતનું નિરસન જૈન દ્વારા કરાવે છે અને છેવટે જૈન મતનું નિરસન રામાનુજ દ્વારા. આમ તે પોતાનાં પ્રતિપાદિત સાળ દર્શનેામાં મૂર્ધન્યસ્થાને અદ્વૈત વેદાંતદ્દનને મૂકે છે. આપણે આટલા સંક્ષિપ્ત વર્ણનથી એટલું જોઈ શકથા કે સસિદ્ધાન્તસંગ્રહકાર પૂર્વ પૂર્વનાં કેટલાંક દર્શનાના નિરાસ કરી છેવટે માત્ર વેદાન્તને સ્થાપે છે,૧૬ તેમ સદનસંગ્રહકાર પણ કરે છે. સદનકૌમુદીનાં વિષયક્રમ અને શૈલી, એ ઉક્ત ગ્રંથા કરતાં જુદાં છે. એમાં ત્રણ અવૈદિક અને ત્રણ વૈદિક—એ રીતે છ દર્શન ગણાવી, પછી ત્રણ વૈદિક દનાની છ સંખ્યા ગાઠવી છે અને ત્રણ અવૈદિક દર્શાનામાં બૌદ્ધ, જૈન અને ચાર્વાક એ ત્રણને ગણાવ્યાં છે. વળી બૌદ્ધના ચાર ભેદો ગણાવ્યા છે એને ધ્યાનમાં રાખીએ તે અવૈદિક દર્શનેાની સખ્યા એના કર્તાના મનમાં છ અભિપ્રેત હાય એમ લાગે ખરું. માધવ સરસ્વતી એ સાયણ માધવાચાર્યની પેઠે શાંકર અદ્વૈતના પાકા અનુયાયી છે, પણ તે પોતાના શાંકર વિષયક મંતવ્યને ત્રણે પ્રસ્થાનાના ૧૭ સારરૂપે વર્ણવે છે અને સ્વતંત્ર પ્રસ્થાન તરીકે ગણાવે છે. જોકે તે સાયણ માધવાચાર્યની પેઠે પૂર્વ પૂર્વ દર્શીનનું ઉત્તરઉત્તર દર્શીન વડે ખંડન કરવાની શૈલીને નથી અનુસરતા, છતાં તેમની ખડનદષ્ટિ તો છે જ.
આથી સાવ ઊલટ્ટુ અને ષડ્દર્શીનસમુચ્ચયમાં છે. રાજશેખર ચાર્વાકની દન તરીકે ગણુના નથી કરતા, પણ બીજા પાંચ કે છ