________________
દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા
૪૫ અને ભાદ્યોએ વેદપ્રામાણ્યનું સ્થાપન કર્યું છે અને વેદવિરોધી દર્શનેનું નિરાકરણ કર્યું છે—જાણે કે સર્વસિદ્ધાન્તસંગ્રહકારને મતે વૈશેષિક, ન્યાય અને કૌમારિ દર્શનની એ જ ખાસ વિશેષતા હોય. ત્યાર બાદ સર્વસિદ્ધાન્તસંગ્રહકાર ઈતર વૈદિક દર્શને નિરૂપે છે. તેમાંની બે વિશેષતાઓ ઐતિહાસિક દષ્ટિએ બહુ અગત્યની લાગે છે –
(૧) તે કહે છે કે ભારતમાં–મહાભારતમાં વ્યાસકથિત જે વેદનો સાર છે તે વૈદિક બ્રાહ્મણોએ સર્વ શાસ્ત્રાવિરુદ્ધ રીતે સાંખ્યા પક્ષમાંથી તારવવો. ૧૩ વળી તે કહે છે કે શ્રુતિ, સ્મૃતિ, ઈતિહાસ અને ભારત આદિ પુરાણમાં તેમજ શૈવાગમમાં સાંખ્યમત સ્પષ્ટ દીસે છે. ૧૪ સર્વસિદ્ધાન્તસંગ્રહકારનું આ કથન વાસ્તવિક છે. સાંખ્ય તત્વજ્ઞાનની બીજા કેઈ પણ તત્વજ્ઞાન કરતાં કેટલી વધારે વ્યાપકતા, છે તે આથી સૂચવાય છે; પણ સર્વસિદ્ધાંતસંગ્રહકાર વ્યાસક્ત દર્શન નિરૂપે છે ત્યારે તેની દષ્ટિ તે હરિ પ્રત્યે છે. એ ઉપરથી એમ લાગે છે કે આ ગ્રંથકાર વેદાન્તી છતાં ભારતના કેન્દ્રસ્થાને રહેલ વિષ્ણુ યા હરિને ઉપાસક છે.
(૨) બીજી એની વિશેષતા એ છે કે તે બધાં દર્શનોને અંતે વેદાંતનું નિરૂપણ કરે છે, તેને જ દર્શનમાં મૂર્ધન્ય તરીકે માનતે હેય તેમ લાગે છે. છતાં તે મહાભારતની પેઠે ભાગવતનો પણ પરમ ભક્ત લાગે છે. તેથી જ અંતે તે કહે છે કે આ અવધૂત માર્ગ કૃષ્ણ ઉદ્ધવને ભાગવતમાં ઉપદેશ્યો છે. ૧૫ સર્વાસિદ્ધાંતસંગ્રહની આ સામાન્ય સમાલોચનામાં એ જોઈ શકાશે કે તે અવૈદિક એવા ચાર્વાક, જૈન, અને બૌદ્ધ દર્શનોને કેવી લાઘવદૃષ્ટિથી જુએ છે. જે એક જ વિશ્વવ્યાપી પરમ તત્વને જુદી જુદી ભૂમિકાથી જેનાર ન્યાય આદિ દર્શનને તે આસ્તિક લેખે છે, તે એ જ તત્વને પિતાની ભૂમિકા અને સંસ્કાર પ્રમાણે જોનાર ચાર્વાક આદિ દર્શને આસ્તિક કેમ નથી કહે, એવો પ્રશ્ન કેઈ પણ તટસ્થ વિચારકને થયા વિના નહિ રહેવાને. આને ઉત્તર સહેલો છે. તે એ કે સવસિદ્ધાંતસંગ્રહકાર