________________
દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા
૪૩ ભારતીય દાર્શનિકમાં હરિભદ્ર જ એક એવા છે કે જેમણે પિતાને ગ્રંથ માત્ર તે તે દર્શનના માન્ય દેવ અને તત્વને હોય તેવા રૂપમાં નિરૂપવાની પ્રતિપાદક દષ્ટિએ રચ્યો છે, નહિ કે કોઈનું ખંડન કરવાની દષ્ટિએ; જ્યારે એમના જ અનુગામી રાજશેખર એટલું ઉદાત્તપણું દાખવી શક્યા નથી. રાજશેખર ચાર્વાક એ દર્શન નથી એવું વિધાન તો કરે જ છે, પણ વધારામાં અંતે ચાર્વાક દર્શનનું પરંપરાથી ચાલ્યું આવતું ખંડન પણ કરે છે. રાજશેખર હરિભદ્રના એ ગ્રંથનું અનુકરણ કરે અને છતાંય હરિભદથી જુદા પડી ચાર્વાકને દર્શનકેટિથી બહાર રાખે, તેમજ બીજા કોઈ દર્શનને નહિ, પણ માત્ર ચાવકને જ પ્રતિવાદ કરે ત્યારે એ પ્રતિવાદ પરંપરાગત હોવા છતાં લેખકની દષ્ટિની તટસ્થતામાં ઊણપ સૂચવે છે.
હરિભદ્ર પ્રારંભમાં જ છ દર્શન નિરૂપવાની પ્રતિજ્ઞા કરે છે. એ જે છ દર્શનનાં નામ આપે છે તેમાં ચાર્વાકનો નિર્દેશ નથી, પણ તે છયેનું નિરૂપણ કર્યા પછી કહે છે કે ન્યાય અને વૈશેષિક એ બે દર્શને જુદાં નથી એવું માનનારની દૃષ્ટિએ તે આસ્તિક દર્શન પાંચ જ થયાં; તેથી કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે છઠું દર્શન નિરૂપવાનું પ્રાપ્ત થાય છે, તે એ નિરૂપણ ચાર્વાકને પણ દર્શન તરીકે લેખી પૂરું કરવું જોઈએ.’ આમ કહી તેઓ ચાર્વાક પ્રત્યે સમભાવ દાખવે છે. અહીં એ નોંધવું જોઈએ કે સર્વસિદ્ધાન્તપ્રવેશકના કર્તાએ દર્શનની છની સંખ્યાની પૂતિના પ્રશ્નને ચર્ચા વિના જ અંતે ચાર્વાક દર્શનનું નિરૂપણ કર્યું છે. આ પ્રમાણે તેના મતે સાત દર્શન થાય છે.
હરિભદ્ર પહેલાંથી જ સૈકાઓ થયા ચાર્વાક મત પ્રત્યે ભારતીય આત્મવાદી દર્શનોની અવગણનાપૂર્ણ દૃષ્ટિ રહેતી. એમ લાગે છે કે હરિભદ્રમાં આ અવગણના ન રહી. તેમણે તેમની મૂળ પ્રકૃતિ પ્રમાણે વિચાર્યું હોવું જોઈએ કે જીવન અને જગત પ્રત્યે જેવા અને વિચાર- વાની વિવિધ ચડતી-ઊતરતી કક્ષાઓ છે. એમાં ચાર્વાકમતને પણ
સ્થાન છે. જેઓ માત્ર વર્તમાન જીવનને સન્મુખ રાખી વિચાર કરે