________________
૪૨
સમદશી આચાર્ય હરિભદ્ર જોકે કાળક્રમમાં ઉપર સૂચવેલ પાંચ કૃતિઓમાં રાજશેખરને પદર્શનસમુચ્ચય પછી છે, પણ એની રચના એક જૈનાચાર્યું કરી છે અને તે પણ હરિભદ્રના દૃર્શનસમુચ્ચયને આધારે. તેથી પહેલાં એ બે કૃતિઓની સરખામણી કરી આપણે જોઈશું કે રાજશેખર કરતાં હરિભદ્રનું દષ્ટિબિંદુ કેટલું ઉદાત્ત છે. હરિભદ્રની કૃતિ માત્ર ૮૭ પદ્યોમાં પૂર્ણ થાય છે, જ્યારે રાજશેખરની કૃતિ ૧૮ પઘમાં. હરિભદ્ર જે છ દર્શન નિરૂપ્યાં છે તે જ રાજશેખરે નિરૂપ્યાં છે. હરિભદ્ર દર્શનનું નિરૂપણ તે તે દર્શનને માન્ય એવા દેવ તથા પ્રમાણ-પ્રમેય રૂપ તત્વોને લઈ કર્યું છે, જ્યારે રાજશેખરે દેવ અને તત્વ ઉપરાંત લિંગ, વેષ, આચાર, ગુરુ, ગ્રંથ અને મુક્તિને લઈને પણ દર્શનના ભેદ વર્ણવ્યા છે. હરિભદ્રના સંક્ષિપ્ત ગ્રંથમાં તે તે દર્શનને લગતી જાણવા જેવી પણ વિગત નથી, જ્યારે રાજશેખરે કાંઈક તે અવલેકનથી અને કાંઈક શ્રવણપરંપરાથી એવી રસપ્રદ તેમજ સંશોધક અને ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી થઈ પડે એવી ખાસ ખાસ વિગતે ઉમેરી પણ છે. રાજશેખરે જે વિગતે ઉમેરી છે તે જો કે આજે વિશેષ પરીક્ષણની અપેક્ષા રાખે છે, છતાં એમાં ઘણો સત્યાંશ ભાસે છે અને તે વિગતે જિજ્ઞાસાપ્રેરક હોઈ ગુણને એનો ઉપયોગ હરિભદ્રના વદર્શનસમુચ્ચયની વિશદ વ્યાખ્યામાં કર્યો છે. ગુણરત્ન યત્રતત્ર એ વિગતોમાં કાંઈક સુધારે અને ઉમેરે પણ કર્યો છે, જે જે વિગતો રાજશેખરે ઉમેરી છે તે, તે તે દર્શનને લગતા લિંગ, વેષ, આચાર, ગુરુ અને ગ્રંથ આદિને લગતી છે. આ દૃષ્ટિએ વિચાર કરીએ તે હરિભદ્રના વદર્શન સમુચ્ચય કરતાં રાજશેખરનો સમુચ્ચય વિશેષ ઉપાદેય છે એમ કહેવું જોઈએ. હરિભદ્ર જૈન છે, તે રાજશેખર પણ જૈન છે. બન્ને સાધુપદધારી છતાં સાંપ્રદાયિક ખંડન-મંડનના વાતાવરણના સંસ્કાર ધરાવે જ છે, છતાં, બીજી રીતે વિચાર કરીએ તે, હરિભદ્રનો નાનો પણ ગ્રંથ રાજશેખરના વિસ્તૃત ગ્રંથ કરતાં વિશેષ અર્થપૂર્ણ લાગે છે. તે અર્થ એટલે કર્તાની ઉદાત્ત દષ્ટિ.