________________
દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા દરેક દશર્નના નિરૂપણમાં તે તે દર્શનને માન્ય એવા દેવતાની પણ સૂચના આપે છે.
- હરિભદ્ર પછી એમના પર્વનસમુચનું સ્મરણ કરાવે તેવી પાંચેક કૃતિઓને ઉલ્લેખ કરવો જોઈએ. તેમાંની એક અજ્ઞાતકર્તક
સિદ્ધાન્તઝવેરી (“શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૬, અંક ૨ થી ૧૨); બીજી સર્વસિદ્ધાન્તસંપ્રઢ કે જે શંકરાચાર્યપ્રણીત કહેવાય છે, પણ તે મૂળ શંકરાચાર્યની કૃતિ નથી જ એમ નિશ્ચિત લાગે છે; ત્રીજી કૃતિ સ નસંગ, જે માધવાચાર્યકૃત છે અને બહુ સુવદિત છે; ચોથી કૃતિ જૈનાચાર્ય રાજશેખરની છે. તેનું નામ પણ જ નસમુચય (પ્રકાશક : શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા, નં. ૧૭, બનારસ) જ છે. અને પાંચમી કૃતિ છે માધવસરસ્વતીકૃત નૌમુવી. આમાં કેવળ સર્વ દર્શનસંગ્રહ ઉપર જ આધુનિક વ્યાખ્યા છે અને તે બહુ વિશદ પણ છે. બીજા ગ્રંથો ઉપર કઈ ટીકાઓ હોય છે તે જ્ઞાત નથી. - હરિભદ્ર પહેલાં પણ સમુચ્ચયાઃ કૃતિઓ રચાવી શરૂ થઈ ગઈ હતી અને સમુચ્ચય અર્થવાળું સંગ્રહપદ જેને અંતે હોય એવી પણ કૃતિઓ રચાતી હતી. દિલ્તાગનો પ્રમાણસમુચ્ચય, અસંગનો અભિધર્મસમુચ્ચય અને શાંતિદેવના સૂત્રસમુચ્ચય તથા શિક્ષા સમુચ્ચય જેવા ગ્રંથો સમુચ્ચયાઃ કૃતિનાં ઉદાહરણો છે, તો પ્રશસ્તપાદનો પદાર્થ સંગ્રહ, નાગાર્જુનનો ધર્મ સંગ્રહ ઈત્યાદિ ગ્રન્થ સંગ્રહાન્ત કૃતિઓનાં ઉદાહરણો છે.
સર્વસિદ્ધાન્તપ્રવેશકના કર્તા અજ્ઞાત છે, છતાં તે જૈન કૃતિ છે એમાં સંદેડ નથી, કારણ કે એના મંગલાચરણમાં જ “સર્વમાduળતા પ્રળિપત્ય જીગનેશ્વરમ” એમ કહ્યું છે. વિષય અને પ્રતિપાદક શૈલીની દૃષ્ટિએ આ કૃતિ હરિભદ્રસૂરિના વદર્શનસમુચ્ચયને અનુસરે છે. ફેર માત્ર એટલે કે હરિભદ્રસૂરિનો ગ્રંથ પદ્યમાં અને સંક્ષિપ્ત છે, જ્યારે આ કૃતિ ગદ્યમાં અને જરાક વિસ્તૃત છે.