________________
સમદર્શ આચાર્ય હરિભક
षड्दर्शनसमुच्चय પ્રથમ પાનસમુચ્ચય લઈ વિચાર કરીએ. પહેલો પ્રશ્ન એ ઉદ્દભવે છે કે હરિભદ્રના આ ગ્રંથ જેવી કૃતિઓ પહેલાં કોઈની હતી ?
જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી એમ કહી શકાય કે ભારતીય પ્રસિદ્ધ વિવિધ દર્શનનું પ્રતિપાદક દૃષ્ટિએ નિરૂપણ કરતી હરિભદ્ર પહેલાં કઈની કતિ હોય તો તે સિદ્ધસેન દિવાકરની કહી શકાય. દિવાકરે એમની ઉપલબ્ધ કૃતિઓ પૈકી કેટલીક કૃતિઓ છે તે દર્શનનું માત્ર નિરૂપણ કરવા રચેલી છે. એ ખરું કે અત્યારે એ કૃતિઓ પાઠની ભ્રષ્ટતા, વ્યાખ્યાનો અભાવ ઇત્યાદિ કારણે બહુ સ્પષ્ટ અર્થ પ્રગટ નથી કરતી, છતાંય એ કૃતિઓ પાછળ દિવાકરની દષ્ટિ તે મુખ્યપણે તે તે દર્શનનું સ્વરૂપ નિરૂપવાની છે, નહિ કે તેમના મંતવ્યનું ખંડન કરવાની. આથી બીજી કોઈ એવી પૂર્વકાલીન કૃતિ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એમ કહી શકાય કે ભારતીય દર્શનની પ્રતિપાદક દૃષ્ટિએ નિરૂપક સર્વપ્રથમ કૃતિ સિદ્ધસેન દિવાકરની છે. ત્યાર બાદ હરિભદ્રનું સ્થાન આવે છે.
હરિભદ્ર પિતાની કૃતિમાં છ દર્શનોનું નિરૂપણ કર્યું છે. સિદ્ધસેનની દાર્શનિક કૃતિઓ પદ્યબંધ છે, તે હરિભદ્રની કૃતિ પણ પદ્યબંધ છે. સિદ્ધસેનની કૃતિઓ અશુદ્ધિ અને વ્યાખ્યાને અભાવે ઘણી રીતે અસ્પષ્ટ અને સંદિગ્ધ છે, તો હરિભદ્રની કૃતિ પાઠશુદ્ધિ અને વિશદ વ્યાખ્યાને કારણે તદ્દન સ્પષ્ટ તેમજ નિશ્ચિતાર્થક છે. સિદ્ધસેનની કૃતિઓ છે તે દર્શનના કેટલાક પ્રમેયોની ચર્ચા કરે છે, પણ કઈક વાર તેમાં–વીરસ્તુતિ આદિમાં–સ્વમાન્યતાનું સ્થાપન કરતાં ઈતર મંતવ્યોની વિનોદપ્રધાન સમાલોચના કરે છે અને વિવાદરત સ્વપર બધા જ દાર્શનિક વિશે વિનોદપ્રધાન તાર્કિક કટાક્ષ પણ કરે છે;૫ જ્યારે હરિભદ્ર તે સાવ સાદી રીતે દર્શનોને નિરૂપે છે. બીજો ભેદ એ છે કે સિદ્ધસેને તે તે તે દર્શનનાં માત્ર તત્ત્વો નિરૂપ્યાં છે, પણ તે તે દર્શનના માન્ય દેવતા આદિની ખાસ વાત નથી સૂચવી; જ્યારે હરિભદ્ર