________________
દાર્શનિક પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા
૩૯ અનેક પ્રસંગે એવા આવેલા ઈતિહાસે નૈધ્યા છે કે જેમાં સંપ્રદાયભેદે જ મારામારી અને કાપાકાપી સર્જાવી હોય.
સત્યદર્શન અને સત્યલક્ષી આચારને નામે જ તુમુલ યુદ્ધ કે તુમુલ વાદવિવાદ થાય ત્યારે અશક જેવાનું ચિત્ત દ્રવી ઊઠે ને તે ધ્રુવ શિલાપટ્ટોમાં પ્રગટ થાય એ સાહજિક છે. અશોક અને તેના જેવા બીજા કેટલાયની સાવધાની છતાં ઉત્તરકાળમાં એ શુષ્ક વાદ અને વિવાદનું ચક્ર અટક્યું નહિ. આના પુરાવાઓ દર્શન અને ધર્મને લગતા દરેક પરંપરાના પ્રથામાં ઓછાવધતા મળે જ છે. ૩
અક્ષપાદ અને બાદરાયણ જેવાના સૂત્રગ્રંથમાં પરમતની સમીક્ષા છે, પણ તે મૂળમાં કોઈ કટુક શબ્દ નથી; પણ આ જ પ્રાર્થના વ્યાખ્યાતાઓ આગળ જતાં ખંડનમંડનના રસમાં એવા તણાયા કે તેઓ પ્રતિવાદીને “પુરુષાપસંદ”, “પ્રાકૃત' અને બ્લેચ્છ” કે “બાહ્ય” જેવાં વિશેષણોથી નવાજવામાં ગૌરવ માનવા લાગ્યા. પ્રતિવાદીઓને તિરસ્કારનાર આવી વૃત્તિની અસરથી બૌદ્ધો કે જેને પણ અલિપ્ત રહી ન શક્યા. આવું બ્રાહ્મણ-શ્રમણ પરંપરાનું ધાર્મિક વાતાવરણ ચેગમ વ્યાપેલું હતું. એમાં જ હરિભદ્રનો જન્મ અને ઉછેર. તેમણે
જ્યારે શ્રમણદીક્ષા સ્વીકારી ત્યારે એ પરંપરામાં પણ તેમને એવા જ વાતાવરણે ઘેર્યા. તેથી જ આપણે તેમના કેટલાક પ્રાકૃતિ-સંસ્કૃત ગ્રંથમાં તેમને પરવાદી પ્રત્યે ઊકળતા શબ્દપ્રયોગો કરતા ક્યારેક ક્યારેક જોઈએ છીએ.
પણ હરિભદ્રનું અસલી કાઠું કોઈ જુદી જ ભાતનું હતું. જાણે એમના મૂળગત સંસ્કારોમાં સમત્વ-મધ્યસ્થતા મુદ્રાલેખરૂપે જ ન હેય તેમ એ સંસ્કાર પરાપૂર્વથી ચાલ્યા આવતા કદાગ્રહ અને મિથ્યાભિનિવેશના ચક્રને ભેદી બહાર આવ્યો અને તે એમની, કદાચ પછીથી લખાયેલી, બે ઉપર સૂચિત દર્શન-કૃતિઓમાં સાકાર થયો.