SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સમદશી આચાર્ય હરિભદ્ર તુલના કરીએ તો જ કાંઈક યથાર્થ વિધાન કરી શકાય. આ દષ્ટિથી જ્યારે એવી તુલના કરું છું ત્યારે મને અસંદિગ્ધપણે લાગે છે કે હરિભદ્ર જે ઉદાત્ત દૃષ્ટિ, અસામ્પ્રદાયિક વૃત્તિ અને નિર્ભય નમ્રતા પિતાની ચર્ચાઓમાં દાખવી છે તેવી તેમના પૂર્વવત કે ઉત્તરવતી કઈ જૈન-જૈનેતર વિદ્વાને બતાવેલી ભાગ્યે જ દેખાય છે. હરિભદ્ર દર્શન અને વેગ પરંપરામાં જે ફાળો આપ્યો છે કે એમાં જે નવતા આણવા પ્રયત્ન કર્યો છે તેની ભૂમિકા ઉપર સૂચવેલ એમની દષ્ટિ અને વૃત્તિમાં રહેલી છે. આ દષ્ટિ અને આ વૃત્તિ સંક્ષેપમાં નિમ્નલિખિત પાંચ ગુણો દ્વારા પ્રગટ થાય છે : - ૧, સમત્વ–આધ્યાત્મિકતાનું પરમ લક્ષ્ય સમભાવ યા નિષ્પક્ષતા છે. હરિભદ્ર પિતાના દર્શન અને યોગને લગતા ગ્રંથોમાં એ કેટલી હદ સુધી સાધ્યું છે તે આપણે આગળ જોઈશું. ૨, તુલના–હરિભદ્ર પરાપૂર્વથી ચાલી આવતી ખંડનમંડનની પરિપાટીમાં જે તુલનાદષ્ટિનો ઉમેરો કર્યો તે એમના પૂર્વવત, સમકાલીન કે ઉત્તરવતી ગ્રંથોમાં હરિભદ્રની કક્ષા સુધી કોઈએ કરેલા દેખાતી નથી. સત્ય યા મતૈિથની વધારેમાં વધારે નજીક પહોંચી શકાય એ હેતુથી એમણે પરવાદીનાં મન્તવ્યના હૃદયમાં વધારે ને વધારે ઊંડા ઊતરવા પ્રયત્ન કર્યો છે અને પિતાના મન્તવ્ય સાથે તે પરવાદી મન્તવ્ય, પરિભાષાભેદ કે નિરૂપણભેદ હોવા છતાં, કઈ રીતે સામ્ય ધરાવે છે તે એમણે સ્વ-પરમતની તુલના દ્વારા અનેક સ્થળે દર્શાવ્યું છે. રખે પરમતની સમાલોચના કરતાં તેને અન્યાય થઈ જાય એવી પાપભીરુ વૃત્તિ એમણે એ તુલનામાં દાખવી છે, જેથી બીજા કોઈ વિદ્વાને ભાગ્યે જ દાખવેલી દેખાય છે. ૩. બહુમાનવૃત્તિ—અતીન્દ્રિય અને શાસ્ત્રીય પરંપરાગત તોની સમાલોચના કરવામાં અનેક ભયસ્થાનો રહેલાં છે. એ ભયસ્થાનોને ઓળંગી કોઈ સમાલોચના કરે ત્યારે દરેક બાબતમાં
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy