________________
૩૨
સમદર્શ આચાર્ય હરિભદ્ર સંશોધિત અને સુવ્યવસ્થિત થયા હોવાથી તેની મૌલિક રચના વલભીક્ષેત્ર યા ગુજરાતને ફાળે નથી જતી, છતાં વલભીક્ષેત્રમાં વિચરનાર અને વસનાર અનેક ધુરન્ધર જૈન વિદ્વાનોએ રચેલી દાર્શનિક અને યોગવિષયક કૃતિઓ પ્રાકૃત અને સંસ્કૃતમાં અદ્યાપિ ઉપલબ્ધ છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું પ્રાકૃત વિશેષાવશ્યક ભાષ્ય અને તેની પણ સંસ્કૃત વૃત્તિ એ એક જ આકર-ગ્રન્થ એવો છે કે જેમાં જૈન દર્શનને કેન્દ્રમાં રાખી ભારતીય દર્શનોની સ્પષ્ટ ચર્ચા થયેલી છે અને જેમાં ધ્યાન, યોગ કે ચારિત્રને લગતી પણ વિશદ ચર્ચા છે.૪૫ શ્રીમલવાદિકૃત નયચક્ર અને તેની શ્રી સિંહગણુક૬ ક્ષમાશ્રમણની વિસ્તૃત વ્યાખ્યા એ પણ એ જ દાર્શનિક આકર-ગ્રન્થ છે. એમાં જૈન દર્શનના મુખ્ય સિદ્ધાન્ત નય અને અનેકાન્તવાદની આસપાસ લગભગ ભારતીય બધાં જ દર્શનનાં મુખ્ય મુખ્ય મન્તવ્યોની તાર્કિક દૃષ્ટિએ ફૂલગૂંથણી કરવામાં આવી છે. આ બે ગ્રન્થોનો ઉલ્લેખ તે એટલા માટે કરવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્ર દર્શન અને યોગ પરંપરામાં જે સિદ્ધિ સાધેલ તેને કાંઈક ભાસ આવી શકે.૪૭
વલભીક્ષેત્ર પછી વડનગર અને ભિન્નમાળ એ બે ગુજરાતનાં નગરે આપણું ધ્યાન ખેંચે છે. એમાં શંકા નથી કે વડનગરે આઠમી સદી પહેલાં પણ કોઈ ને કોઈ પ્રકારની સાહિત્યસિદ્ધિ મેળવી હશે, કેમ કે તે એક વિદ્યાવ્યાસંગી અને બુદ્ધિશીલ નાગર૪૮ જ્ઞાતિનું, ગિરિનગરની પેઠે, કેન્દ્ર રહ્યું છે. જૈન પરંપરાનો પણ એ નગર સાથે વિશિષ્ટ સંબંધ પહેલેથી જ રહેતે આવેલો,૪૯ છતાં આઠમા સૈકા સુધીમાં તે નગરમાં દર્શન અને યોગ પરંપરાને લગતી કોઈ નાનીમોટી જૈન કે જૈનેતર કૃતિ રચાઈ હોય તો તે અજ્ઞાત છે. તેથી હવે ભિન્નમાળ ક્ષેત્ર તરફ વળીએ.
ભિન્નમાળ એ તત્કાલીન ગુજરાતની એક રાજધાની. એ શહેરનો ઈતિહાસ તો વિશેષ પ્રાચીન છે, પણ તેનું ગૌરવ વધતાં વધતાં એટલું બધું વધ્યું કે હ્યુએનસંગ વલભીની પેઠે ભિન્નમાળનું વિસ્તારથી