________________
૩૧
દર્શને અને મને વિકાસ દાર્શનિક અને લેગ પરંપરાને લગતા ગ્રન્થને સંપૂર્ણ ખ્યાલ આપે તેવી વિશ્વસ્ત ને અત્યારે લભ્ય નથી, તોપણ જે કાંઈ વિશ્વાસપાત્ર ઉલ્લેખ છે તે ઉપરથી એટલું કહી શકાય કે વૈદિક પરંપરાના વિદ્વા. નોએ વલભીક્ષેત્રમાં દર્શન અને મેગની પરંપરાને સ્પર્શે એવું કાંઈ લખ્યું હશે તેય તે અત્યારે તો અજ્ઞાત છે. બૌદ્ધ પરંપરાના વિશિષ્ટ ભિક્ષુકોએ ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં રચનાઓ કરી હશે, કેમ કે, હ્યુએનસંગના કથન પ્રમાણે, ત્યાં બૌદ્ધ ભિક્ષુકોનો બહુ મોટી સમુદાય રહે અને મોટા વિહાર પણ હતા. આજે તે એ બૌદ્ધ વિદ્વાનમાંથી બે નામ નિર્વિવાદ જાણીતાં છે, જેમણે વલભીક્ષેત્રમાં દાર્શનિક રચના કરી હોય એમ લાગે છે. એ બે એટલે ગુણમતિ અને સ્થિરમતિ. હ્યુએનસંગ એ બે વિદ્વાનોને નિર્દેશ કરે છે.૪૨ ગુણમતિ અને સ્થિરમતિએ જે નાનામોટા પ્રત્યે રચેલા સંભવે છે તે દાર્શનિક– ખાસ કરી બૌદ્ધ દર્શનને જ લગતા–હશે એમ લાગે છે. જે સુપ્રસિદ્ધ બહુશ્રુત વિદ્વાન શાન્તિદેવ, ધારવામાં આવે છે તેમ, સૌરાષ્ટ્રના હોય તે સંભવતઃ તેમની વિદ્યાપ્રવૃત્તિનું કેન્દ્ર પણ, સમયની દૃષ્ટિએ વિચાર કરતાં, વલભીક્ષેત્ર હશે. વલભી હોય કે બીજું કઈ સ્થાન હોય, પણ શાન્તિદેવે ગુજરાતમાં પિતાની કૃતિઓ રચી હોય તો એમ કહી શકાય કે એમની જાણીતી ત્રણે કૃતિઓ,૪૩ જે બૌદ્ધ દર્શન પરંપરાને લગતી છે, તે મિત્રકકાલીન વિશિષ્ટ સમ્પત્તિ છે.
અશોકના શાસન-સમયથી માંડી વલભીના ભંગ સુધીના લગભગ હજાર વર્ષમાં જ્ઞાત કે અજ્ઞાત એવી દર્શન અને યોગને લગતી કૃતિઓને વિચાર કરીએ છીએ, ત્યારે આપણું મુખ્ય ધ્યાન જૈન કૃતિઓ જ રોકે છે. ભગધમાં રચાયેલા અને સચવાયેલા તેમજ મથુરામાં સુસંકલિત થયેલા જૈન આગમ-સાહિત્યની બે વાચનાઓ વલભીક્ષેત્રમાં જ થઈ છે.૪૪ જે આગમ-સાહિત્ય આજે ઉપલબ્ધ છે તે સંપૂર્ણ સાહિત્ય છે તે પ્રાકૃતમાં, પણ એમાં મુખ્યપણે વિષય તે દર્શન અને યોગ-ચારિત્રનો જ છે. જોકે આ ગ્રન્થ વલભીક્ષેત્રમાં