________________
૩૦
સમદશ આચાર્ય હરિભદ્ર ભાષાબદ લેખ માનવધર્મના વિશેષ પરિપાલનની વાત તો કહે જ૩૬ છે, પણ સાથે સાથે તે રુદ્રદામાને ન્યાય-વૈશેષિક, વ્યાકરણ આદિ શાસ્ત્રના જ્ઞાતા તરીકે પણ નિર્દેશ છે. ૩૭ એક તે શક છતાં નામ આર્યભાષા સંસ્કૃતમય અને તેમાંય શિવનો રુદ્ર તરીકે નિર્દેશ; વધારામાં એનાં વિશેષણોમાંથી ફલિત થતું એનું દાર્શનિક જ્ઞાન–એ બધું સૂચવે છે કે અશોકે બુદ્ધ ભગવાનની સહજ પ્રાકૃત ભાષા દ્વારા જે ઘોષણા કરી તે ઘેષણાને અમલમાં મૂકવાનું કામ શકસેનાપતિ અને સંભવિત રીતે ઉદ્રભક્ત રુદ્રદામાએ કર્યું અને તેને સંસ્કૃત ભાષા દ્વારા અચલ ૫દ પણ આપ્યું.
ગિરિનગર પછી તરત જ સૌરાષ્ટ્રમાં વલભીપત્તન આપણું ધ્યાન ખેંચે છે. વલભીનો આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક આ ચતુર્વિધ અભ્યદય ઉત્તરોત્તર વદ્ધમાન દશામાં મૈત્રક રાજાઓના અમલ દરમિયાન એમનાં તામ્રપત્રો આદિ દ્વારા જોવા મળે છે. ૩૮ મૈત્રકોને અમલ ઈ. સ. ૪૭૦થી શરૂ થાય છે, પણ વલભીના ઉત્કર્ષના પાયા તો બહુ પહેલેથી જ નંખાયા દેખાય છે. તેથી જ એક યા બીજે કારણે ગિરિનગરનું વર્ચસ્વ ઘટતાં વલભી એનું સ્થાન લે છે; અને તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરાના વિદ્વાનો અને ભિક્ષકે વલભીમાં અનેકવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પિષવા આશ્રય મેળવે છે. ૩૯ વલભીમાં વૈદિક વિદ્વાનો દાન લેતા નજરે પડે છે,૪૦ જેન અને બૌદ્ધ ધર્મસ્થાનો અને વિદ્યાસ્થાને જાહોજલાલી ભોગવે છે અને રાજાઓ તેમજ ધનાઢ્યો તેને બહુ સત્કાર-પુરસ્કાર કરે છે.૪૧ જ્યાં આવું વાતાવરણ ન હોય ત્યાં સહેજે મોટી સંખ્યામાં વિવિધ પરંપરાઓના વિદ્વાનો અને સંઘે ન આવવા લલચાય અને ન સ્થિર વાસ કરવા પણ લલચાય. વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરાની વિદ્યા-ત્રિવેણી વલભીમાં વહેલી. તેને પરિણામે ઇતર સાહિત્ય ઉપરાંત દર્શન અને વેગ પરંપરાને લગતું પણ સાહિત્ય વલભીમાં ઠીક ઠીક રચાયું અને ખેડાયું. ત્યાં રચાયેલા અને ખેડાયેલા