________________
સમદર્શ આચાર્ય હરિભદ્ર એનાં કેટલાંક પાસાં એવાં છે કે જેમાં સાંખ્ય અને ન્યાય-વૈશેષિક પરંપરાની માન્યતાઓનો સમન્વય પણ છે. ૨૮ આ બધું જોતાં એમ લાગે છે કે બુદ્ધ –મહાવીર પહેલાંના સમયમાં વૈષ્ણવ, શૈવ અને જૈન પરંપરાનાં જે સ્વરૂપ હશે તેમાં સંખ્ય, ન્યાય-વૈશેષિક અને જૈન તત્ત્વજ્ઞાનની કાંઈ ને કાંઈ વિચારણાઓ સંકળાયેલી હોવી જોઈએ. વૈદિક પરંપરાનો પ્રધાન સ્તંભ એ તો ક્રિયાકાંડપ્રધાન પૂર્વમીમાંસા. બુદ્ધ-મહાવીર પહેલાંના સમયમાં ગુજરાતમાં એ મીમાંસાએ સ્થાન મેળવ્યું હોય તેમ દેખાતું નથી. મુખ્યપણે ઉપનિષદ ઉપર પ્રતિષ્ઠિત ઉત્તરમીમાંસા એ તે ઉત્તરકાલીન છે, એટલે એ પૌરાણિક યુગમાં ગુજરાત સાથે તેના સંબંધને ખાસ પ્રશ્ન ઊઠતા જ નથી. સાર એ છે કે પુરાતન યુગમાં ગુજરાતના પ્રદેશોમાં જે જે તત્વજ્ઞાનની પદ્ધતિઓ હતી તે લગભગ બધી જ વૈદિકેતર હતી. ૨૯
યોગ પરંપરાનાં સાધના-અંગે અનેક છે, પણ તેમાં અહિંસા, તપ, ધ્યાન જેવાં અંગે પ્રધાન સ્થાને છે. ભક્તિપ્રધાન વૈષ્ણવભાગવત કે તપપ્રધાન શૈવ-ભાગવત કે અહિંસા સંયમપ્રધાન નિર્ચન્થ, એ બધી પરંપરાઓ યોગનાં જુદાં જુદાં અંગ ઉપર ઓછોવધતા ભાર આપીને જ વિકસતી રહી છે. તેથી એ પરંપરાઓ સાથે જ યોગ પરંપરા સંકલિત હતી એમાં શંકા નથી. આ રીતે બુદ્ધ-મહાવીર પહેલાંના યુગનું ગુજરાતને લગતું આછું ચિત્ર એવું ઊપસે છે કે જેમાં તત્ત્વજ્ઞાનની દષ્ટિએ લગભગ બધી જ પ્રસિદ્ધ વૈદિકેતર પરંપરા રહી હોય અને બેગ તો એ બધી જ પરંપરાઓમાં કોઈ ને કઈ રૂપે જોડાયેલ હોય જ.
પણ લગભગ બુદ્ધ-મહાવીરના સમયથી કે તેમના પછી થોડાં જ વર્ષે ગુજરાતનું ચિત્ર વધારે સુરેખ રીતે ઊઘડે છે. ચન્દ્રગુપ્ત મૌર્યે ગિરિનગરમાં સુદર્શન તળાવ બંધાવ્યું.૩૦ ચન્દ્રગુપ્તની રાજધાની તે પાટલીપુત્ર અને આટલા દૂર ગિરિનગર સાથે એને સંબંધ, આ જરા નવાઈ ઉપજાવે એવું લાગે છે. કદાચ એ સંબંધ માત્ર રાજકીય