________________
સમદશ આચાર્ય હરિભદ્ર
પ્રસાર દર્શન અને યોગની પરમ્પરા એમ તે ભારતના ખૂણે ખૂણે પ્રસરેલી દેખાય છે, પણ એના પ્રસારનાં ઈતિહાસયુગનાં કેન્દ્રો મુખ્ય બે કે ત્રણ છે: પૂર્વભારતમાં મગધ, ઉત્તર-બિહાર અને કાશી-કોસલનું કેન્દ્ર, પશ્ચિમોત્તર પ્રદેશમાં તક્ષશિલા, શલાતુર અને કુરુ-પાંચાલને મધ્યપ્રદેશ. વૈદિક વાડ્મય, મહાભારત-રામાયણ, દર્શનસૂત્રો, તેનાં કેટલાંક ભાળ્યો અને પ્રાચીન કેટલાંક પુરાણ ઇત્યાદિ સંસ્કૃતમય બ્રાહ્મણપ્રધાન સાહિત્યનાં ઉદ્દભવસ્થાને મોટેભાગે પશ્ચિમોત્તર ભારતમાં, કુરુ-પાંચાલમાં, કાશી-કોસલ અને બિહારમાં આવેલાં છે, તે પ્રાકૃતભાષાનિબદ્ધ શ્રમણપ્રધાન આગમ-પિટકોનાં ઉદ્ભવસ્થાને પણ ઉત્તર-બિહાર, મગધ, કાશી-કેસલ અને મથુરા આદિની આસપાસ જ દેખાય છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પશ્ચિમના ભાગો તેમજ દક્ષિણ અને દૂર-દક્ષિણના પ્રદેશમાં એવું કોઈ સ્થાન નથી દેખાતું જ્યાં સંસ્કૃતપ્રધાન કે પ્રાકૃતપ્રધાન ઇતિહાસયુગના સાહિત્યનો પ્રાચીન થર રચાયાની નેંધ મળતી હોય. આ ઉપરથી એટલું તારણ કાઢી શકાય કે મૂળ ઉદ્દભવસ્થાનો અવિદિત હોવા છતાં દર્શન અને યોગ પરમ્પરાને લગતાં ઉપલબ્ધ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની રચના મોટેભાગે પશ્ચિમોત્તર, મધ્ય અને પૂર્વ દેશમાં થઈ છે, અને ત્યાંથી જ ભારતના બધા ભાગોમાં ક્રમે ક્રમે તેને ફેલાવો થયો છે, એટલું જ નહિ, પણ ભારત બહારે તેનો પ્રભાવશાળી પ્રસાર પ્રાચીન સમયથી ૨૩ જ થતો રહ્યો છે.
ગુજરાત સાથે સંબંધ ગુજરાતનો અર્થ અત્રે વિસ્તૃત છે. એમાં સૌરાષ્ટ્ર, આનર્ત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ-ગુજરાતનો પણ સમાવેશ વિવક્ષિત છે. મૌર્યયુગથી તે ગુજરાત સાથે દર્શને પરસ્પરા અને રોગ પરમ્પરાના સંબંધના સૂચક આધારો વધારે ને વધારે મળે જ છે, ૨૪ પણ આ સંબંધ એકદમ અચાનક મૌર્યયુગમાં જ થયો એમ માની ન શકાય.