________________
દર્શને અને પગને વિકાસ સંપૂર્ણપણે ભારતમાં વસતા અમુક વર્ગે જ વિકસાવ્યા કે એમાં બહારથી ભારતમાં આવી વસેલ કોઈ વર્ગનો પણ થોડોઘણો ફાળો છે, ઈત્યાદિ નક્કી કરવું કદી શક્ય નથી; તેમ છતાં ઉપલબ્ધ માહિતીને આધારે વિદ્વાને એમ તે માનતા થયા જ છે કે આ પહેલાંની જે
ઔસ્ટ્રિક અને દ્રાવિડ પ્રજાઓ હતી તેમને આ વિકાસમાં બહુ મોટે હિસ્સો છે. ૨૦ મેહન-જો-ડે અને હડપ્પા આદિનાં નગરે નાશ પામ્યાં, તેથી કાંઈ તેની સંસ્કૃતિ કે ત્યાં વસતી પ્રજાઓ નાશ પામી નથી. લોથલ આદિનાં છેલ્લાં ખોદકામોએ એ તો બતાવી જ આપ્યું છે કે એ પ્રજા અને એ સંસ્કૃતિ દેશના અનેક ભાગોમાં પ્રસરેલી. મેહન-જો-ડેરો આદિ સ્થાનમાં જે સીલ આદિ ઉપર આકૃતિઓ છે, તેમાંની બેગમુદ્રાવાળી નગ્ન આકૃતિ તરફ અને બીજી નન્દી આદિની આકૃતિઓ તરફ વિદ્વાનોનું ખાસ ધ્યાન જાય છે, અને વિદ્વાનોને મોટે ભાગ એમ માનવા પ્રેરાય છે કે એ આકૃતિઓ મૂળમાં કોઈ રુદ્ર, મહાદેવ કે એવા કોઈ યોગીની સૂચક છે. બીજી બાજુ ભારતના જુદા જુદા ભાગોમાં પ્રવર્તતી અનેકવિધ ધર્મભાવનામાં એ મહાદેવ કે શિવની કેઈ ને કોઈ રૂપે ઉપાસના પ્રાચીન કાળથી સંકળાયેલી છે યા રૂપાન્તરિત થયેલી દેખાય છે. દ્રવિડભાલી જે દ્રવિડિયન છે તેમનો મૂળ ધર્મ આવી કઈ રુદ્રપૂજા સાથે જ સંકળાચેલે હશે એમ માનવામાં પણ કારણે છે. ૨૨ ભારતના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ ભાગમાં જે શ્રમણવર્ગના વિવિધ ફાંટાઓ વિકસ્યા તેના મૂળમાં પણ એ રુદ્રની ગસાધનાના કોઈ ને કોઈ અંગને સમાવેશ અને વિકાસ થયેલું લાગે છે. આ બધું જોતાં સામાન્ય રીતે એટલું અત્યારે કહી શકાય કે યોગ પરમ્પરાનાં સમત્વમૂલક અને સમત્વપષક અંગેનું ઉદ્ભવસ્થાન સિધુ-સંસ્કૃતિના પ્રદેશોમાં ક્યાંય ને ક્યાંય હોવું જોઈએ, પણ ઉદ્ભવસ્થાનને લગતી આ ઝાંખી ચર્ચા આપણને બહુ દૂર લઈ જઈ નથી શકતી; છતાં એના પ્રસારને પ્રશ્ન એવો અટપટે નથી.