________________
સમદર્શી આચાય હુંરિભદ્ર
ભારતમાં દર્શન અને યાગ એ બન્નેને સાવ છૂટા વિકાસ થયા દેખાતા નથી. દાર્શનિક તત્ત્વચિન્તન હેાય ત્યાં યાગના કાઈ ને કાઈ અંગાના એવધતા સબંધ રહેતા જ; અને યાગની સાધના હાય ત્યાં કાઈ ને કાઈ પ્રકારના તત્ત્વચિન્તનના આધાર રહેતા જ. બ્રહ્મ તત્ત્વનું ચિન્તન અને સમત્વની સાધના એ એના કાળજૂના ઓછાવધતા સંબંધને પરિણામે ધીરે ધીરે એ બન્ને એવાં એકરસ થઈ ગયાં કે અહ્મવાદી પાતાને સમવાદી અને સમવાદી પાતાને બ્રહ્મવાદી કહેવા લાગ્યા.૧૮ બ્રાહ્મણ એ સમન અને સમન એ બ્રાહ્મણ તરીકે ઓળખાયા.૧૯ દર્શન અને યાગ પરમ્પરાની આ લાંખી વિકાસપ્રક્રિયાને પરિણામે જે મૂળભૂત સિદ્ધાન્તા સ્થિર થયા છે અને જે ભારતીય કાઈ પણ પરમ્પરામાં એક યા બીજે રૂપે અસ્તિત્વ ધરાવે છે અને જેને લીધે ભારતની સંસ્કૃતિ ઇતર દેશાની સંસ્કૃતિથી કંઈક જુદી પડે છે, તે સિદ્ધાન્તા સંક્ષેપમાં આ રહ્યા :
૨૪
(૧) સ્વતંત્ર આત્મતત્ત્વનું અસ્તિત્વ.
( ૨ ) પુનર્જન્મ અને તેના કારણ તરીકે કવાદના સ્વીકાર. (૩) કને લીધે જીવન નિયતરૂપે ધડાવાની અને નિયતમાગે વહેવાની માન્યતા છતાં તેમાં પૌરુષ યા બુદ્ધિપ્રયત્ન દ્વારા સ્વતંત્ર વિકાસની શકયતા.
આ સિદ્ધાન્તા તત્ત્વજ્ઞાનસ્પર્શી છે. યાગસ્પર્શી સિદ્ધાન્તામાં પહેલું સ્થાન · જીવા અને જીવવા દો'ની આત્મૌપમ્યમૂલક અહિંસાનું છે. એ અહિંસાની દૃષ્ટિ અને પુષ્ટિની વૃત્તિમાંથી સયમ અને તપને જે આત્મનિગ્રહી માગ વિકસ્યા તે ત્યાર બાદ આવે છે. પેાતાની દૃષ્ટિ અને માન્યતા જેટલું જ ખીજાની દૃષ્ટિ અને માન્યતાને માન આપવું, એવી સમવૃત્તિમાંથી જન્મેલે અનેકાન્ત યા સર્વીસમન્વયવાદ એ યેાગવિકાસનું સર્વોપરિ પરિણામ છે.
ઉપર સૂચવેલ દાનિક અને યાગ પરમ્પરાના મૂળ સિદ્ધાન્ત