________________
વ્યાખ્યાન બીજું [દને અને યોગનાં સંભવિત ઉદ્દભવસ્થાને; તેને પ્રસાર, ગુજરાત સાથે તેને સંબંધ અને તેના વિકાસમાં હરિભદ્રનું સ્થાન]
આમાં સમાવેશ પામતા ચાર મુદ્દાઓને ક્રમે ક્રમે વિચાર કરીશું. પહેલો મુદ્દો છે દર્શન અને યોગનાં સંભવિત ઉદ્દભવસ્થાનોનો. ઉદ્દભવસ્થાનોને લગતા પ્રશ્ન આપણને અજ્ઞાત ભૂતકાળ સુધી લઈ જાય છે. તેથી એને કોઈ નિર્વિવાદ અને અંતિમ ઉત્તર આપવાનું કામ ગમે તેવા સમર્થ અભ્યાસીને માટે પણ સરળ નથી. વળી આનો ઉત્તર વિચારવા અને મેળવવા સામે સાંપ્રદાયિક વૃત્તિ પણ કંઈક આડે આવે છે. સામાન્ય રીતે માનવ-માનસ પરંપરાથી એવું ઘડાતું આવ્યું છે કે તે પોતાને વારસામાં મળેલી સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાને બીજાઓની એવી ભાવના કરતાં વિશેષ ચડિયાતી અને વિશેષ પવિત્ર માનવા તરફ વળે છે, અને તેને પરિણામે તે પિતાની એવી વારસાગત સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાને બને તે રીતે પ્રાચીનતમ અને એકમાત્ર મૌલિક માનવાને આગ્રહ સેવે છે. ભારતીય ધર્મપરંપરાઓના દાખલાથી એ હકીકત સ્પષ્ટ કરવી હોય તો આપણે અહીં ત્રણ વાદોને ઉલ્લેખ કરી શકીએ : મીમાંસકનો વેદ સંબંધી અપૌરુષેયત્વવાદ; ન્યાય-વૈશેષિક જેવાં દર્શને ઈશ્વરપ્રણીતત્વવાદ અને આજીવક તથા જૈન જેવી પરંપરાઓનો સર્વપ્રણીતત્વવાદ. આ વાદો મૂળે તે એવી ભાવનામાંથી જમ્યા અને વિકસ્યા છે કે તે તે પરંપરાનાં શાસ્ત્રો અને તેમાંની દાર્શનિક અને યોગ પરંપરા એ તેમની પિતાની આગવી છે અને તેમાં જે કાંઈ છે તે કાં તો અનાદિ અને સનાતન છે,