________________
જીવનની રૂપરેખા વાન હીરા સૂરિજી પાસે ઉપાશ્રયમાં રાખેલ.૩૪ ખરી રીતે તે હીરો હશે કે બીજું કાંઈક, પણ એ પ્રકાશ આપે અને દીવાની ગરજ સારે એવી કેઈ નિર્દોષ વસ્તુ હોવી જોઈએ. સૂરિજી એ પ્રકાશનો લાભ લઈ ભીંત અને પાટી ઉપર પ્રાથમિક ખરડે કરી લેતા. તે કામમાં લલ્લિગે જે સગવડ કરી આપી અને હરિભદ્રે તેને જે અસાધારણ ઉપયોગ કર્યો, તે ઉત્તરકાલીન હેમચંદ્રસુરિ અને સિદ્ધરાજ તેમજ કુમારપાળના સંબંધની યાદ આપે છે.
પ સૂરિજી આ રીતે નાનામોટા ગ્રંથ રચતા અને તેને અંતે “ભવવિરહ' પર ગોઠવતા. કહાવલીકાર વગેરેએ લલિગને આ વૃત્તાન્ત સેંધી રાખે ન હેત તે હરિભદ્રની ગ્રંથરચનાનું તપ કેવું હતું તેની આપણને જાણ પણ ન થાત અને લલ્લિગ સાધુઓની પેઠે બીજા યાચકોને સંતોષી આતિથ્યધર્મની પ્રાચીન પરંપરાને કેવી રીતે ષિત એની પણ આપણને જાણ ન થાત.
પિરવાડ જ્ઞાતિની સ્થાપના હરિભદ્ર મેવાડમાં પિરવાડ વંશની સ્થાપના કરી અને તેમને જૈન પરંપરામાં દાખલ કર્યા, એવી અનુકૃતિ જ્ઞાતિઓના વંશવૃત્ત લખનારાઓએ સાચવી રાખી છે. ૩૬