________________
સમદર્શ આચાર્ય હરિભદ્ર બેલો. આ વિષેની જે ખાસ ઘટના “કહાવલી માં છે તે જાણવા જેવી છે. લલિગ નામનો વ્યાપારી ગૃહસ્થ હરિભદ્ર પ્રત્યે અનન્ય આદર ધરાવતે હતો. તે મૂળે તો દરિદ્ર હતો, પણ ક્રમે સંપન્ન થતાં તેણે પિતાની સંપત્તિ છૂટે હાથે વાપરવા માંડેલી. તે રોજ મુનિઓની ભિક્ષાવેળાએ શંખ વગડાવતે અને જે કોઈ ભૂખ્યું આવે તેને જમાડતો. તેના મનમાં એમ વસેલું હોવું જોઈએ કે ત્યાગી ગુરુને ભિક્ષા આપવી એ તે કર્તવ્ય છે જ, પણ ગામના ગોંદરેથી કોઈ પણ ભૂખ્યું ન જાય એ જોવાનો પણ ગૃહસ્થ ધર્મ છે. આ આતિથ્યપરંપરા આજે કપરા સમયમાં પણ થોડીઘણી સચવાયેલી તો છે જ. ધર્મશાળા, સરાય આદિ જગ્યાઓમાં સદાવ્રતની જે પરંપરા સચવાઈ રહી છે તે પૂર્વકાલીન આતિથધર્મનું પ્રતીક છે. લલિગ આ ધર્મમાં વિશેષ રસ લેતો હોવો જોઈએ. એની ભોજનશાળામાં જમ્યા પછી તે આગંતુકે હરિભદ્રસૂરિને નમસ્કાર કરવા પણ જતા. સૂરિ તેમને “ભવવિરહ પામ”, “તમારો મોક્ષ થાઓ” એવો આશીર્વાદ આપતા. આગંતુકે સૂરિજીને “ભવવિરહસૂરિ ઘણું જીવો” એમ કહી વિદાય થઈ જતા. આ પ્રસંગથી પણ એમનું ઉપનામ “ભવવિરહ” વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું જણાય છે.
અહીં લલિગનો હરિભદ્રસૂરિના ભક્ત લેખે જે ઉલ્લેખ કર્યો છે તેનો ખાસ અર્થ પણ છે. તે અર્થ એ છે કે લલિગે હરિભદ્રસૂરિને ગ્રંથરચનામાં ઘણું મટી સહાય કરેલી. સૂરિજી રાત અને દિવસ પિતાની સમગ્ર શક્તિ વિવિધ ગ્રંથની રચનામાં ખરચતા જણાય છે. તેઓ રાત્રિએ પણ લખતા, પરંતુ તે કાળે કાંઈ કાગળ જેવાં અદ્યતન સાધનો ન હતાં. પ્રથમ લખાણ પાટી અને ભીંત ઉપર કરી લેવામાં આવતું. એ લખાણ છેલ્લું રૂપ પામે ત્યારે જ પાછળથી તાડપત્ર આદિ ઉપર લેખકે ઉતારી લેતા. હરિભદ્ર જૈન સાધુ. રાત્રે લખવું હોય તે તેમને દીવા આદિની સગવડ તે સાધુધર્મ લેખે સુલભ જ ન હતી, પણ લલિગે, પ્રાપ્ય ઉલ્લેખ પ્રમાણે, એક પ્રકાશ