________________
સમદર્શી આચાર્ય હરિભદ્ર પરંપરાગત મિથ્યાભિમાનના સંસ્કારથી એક જ વિદ્યાવાડામાં પુરાઈ રહેતા અને વિદ્યાનું નવું ક્ષેત્ર જે ઊઘડ્યું તે ન ઊઘડત. આવા કઈ અનન્યભાવથી એમણે એ ટૂંકું વિશેષણ પોતાની કેટલીક રચનાઓમાં બેંધી રાખ્યું. હરિભદ્રસૂરિએ પોતે જ “ધર્મત ચાવિનીમત્તાજૂનુ” એ વિશેષણ નૈધ્યું ન હોત તો એમના જીવનમાં થયેલી અસાધારણ ધાર્મિક ક્રાંતિની સૂચના ઉત્તરકાળમાં સચવાઈ ન હોત અને મુખપરંપરાથી એ ઘટના ચાલી આવતી હોત તો કદાચ તે દંતકથામાં ગણું લેવાત. એટલે હું એમ સમજું છું કે આ વિશેષણ હરિભદ્રના નવા જીવનનું સૂચક હોવાથી તેમના ઉત્તરકાલીન આખા જીવનપ્રવાહ ઉપર ખાસ પ્રકારને પ્રકાશ નાખે તેવું છે.
ભવવિરહ હરિભદ્રના ઉપનામ તરીકે બીજું એક વિશેષણ પ્રસિદ્ધ છે અને તે છે “મવવિ.૩• એમણે પોતે જ પોતાની કેટલીક રચનાઓમાં “ભવવિરહના ઇચ્છનાર” તરીકે પોતાને નિદેશ્યા છે. આ “ભવવિરહ' પાછળ શો સંકેત રહે છે તે તેમણે પોતે ક્યાંય નૈો હોય તેમ જણાતું નથી, પણ તેમનું જીવન આલેખતા અનેક ગ્રંથોમાં તે વિષે ખુલાસો કરવામાં આવ્યો છે. એમાં વધારે જૂનો કહાવલીને ઉલ્લેખ હોવાથી તેને આધારે એનો અર્થ અહીં જાણો આવશ્યક છે.
“ભવવિરહ” શબ્દ પાછળ મુખ્ય ત્રણ ઘટનાઓને સંકેત છેઃ (૧) ધર્મ સ્વીકારવાનો પ્રસંગ ૩૧ (૨) શિષ્યોના વિયોગનો પ્રસંગ,૩૨ અને (૩) યાચકોને અપાતા આશીર્વાદનો અને તેમના દ્વારા બોલાતા જય જયકારનો પ્રસંગ.૩૩ આ ત્રણેય પ્રસંગોને હવે સંક્ષેપમાં સમજી લઈએ.
(૧) યાકિની મહત્તા જ્યારે હરિભદ્રને પોતાના ગુરુ જિનદત પાસે લઈ ગયાં અને સૂરિજીએ હરિભદ્રને પ્રાકૃત ગાથાને અર્થ કહ્યો, ત્યાર બાદ સૂરિજીએ હરિભદ્રને યાકિનીના ધર્મપુત્ર થવા સૂચના