________________
સમદશ આચાર્ય હરિભદ્ર પરંપરા પ્રમાણે સંસ્કૃત ભાષાથી શરૂ કરેલો. તેમણે કોઈ ને કોઈ બ્રાહ્મણ વિદ્યાગુરુ કે વિદ્યાગુરુઓ પાસેથી વ્યાકરણ, સાહિત્ય, દર્શન અને ધર્મશાસ્ત્ર આદિ સંસ્કૃતપ્રધાન વિદ્યાનું પાકે પાયે પરિશીલન કરેલું. સામાન્ય રીતે બનતું આવ્યું છે તેમ હરિભદ્રના જીવનમાં પણ બન્યું. તે એ કે તેમને વિવિધ વિદ્યાઓ અને યૌવનના બળે અભિમાની દેખાય એવો સંક૯પ કરવા પ્રેર્યા. તેમનો સંકલ્પ એ હતો કે “જેનું બોલ્યું હું ન સમજી તેનો શિષ્ય થાઉં.' આ અભિમાનસૂચક સંકલ્પ તેમને કોઈ જુદી જ દિશામાં ધકેલા.
બન્યું એમ કે એકવાર તેઓ ચિતોડમાં રસ્તેથી પસાર થતા હતા અને વચ્ચે ઉપાશ્રયમાંથી એક સાધ્વી દ્વારા બોલાતી ગાથા એમના કાને પડી. ૨૫ ગાથા પ્રાકૃત ભાષામાં અને તે પણ ટૂંકમાં સંકેતપૂર્ણ હતી, એટલે એને મર્મ તેમના ધ્યાનમાં ન આવ્યો. પણ હરિભદ્ર મૂળે જિજ્ઞાસાની મૂતિ. એટલે તે સાધ્વી પાસે પહોંચ્યા અને તેનો અર્થ જાણવા ઈચ્છા દર્શાવી. સાધ્વીજીએ તેમના પિતાના ગુરુ જિનદત્તસૂરિ સાથે પરિચય કરાવ્યો. સૂરિજીએ હરિભદ્રને સંતોષ થાય એ રીતે વાત કરી છેવટે કહ્યું કે જે પ્રાકૃત શાસ્ત્ર અને જૈન પરંપરાનો પૂરેપૂરો અને પ્રામાણિક અભ્યાસ કરેલ હોય તો તે માટે જૈન દીક્ષા આવશ્યક છે. હરિભદ્ર ઉત્કટ જિજ્ઞાસુ, સ્વભાવે તદ્દન સરળ અને સ્વપ્રતિજ્ઞામાં દય; એટલે તેમણે સૂરિજી પાસે જૈન દીક્ષા સ્વીકારી અને સાથે જ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા પોતાને એ સાધ્વીજીના ધર્મપુત્ર તરીકે જાહેર કર્યો. ક સાધ્વીજીનું નામ યાકિની હતું. કોઈ પણ પુરષ એ તો પુરુષ પાસે જ દીક્ષા લે; એટલે તેમણે જેની દીક્ષા જિનદત્તસૂરિ પાસે લીધી, પણ પેલી મહત્તા યાકિની સાથ્વીનું ધર્મ ઋણ ચૂકવવા તેમણે પોતાને “ધર્મતો ચાનીમત્તાજૂનુઃ ૨૭ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવ્યું.
અહીંથી હરિભદ્રનો વિદ્યાવિષયક બીજો યુગ શરૂ થાય છે. તેઓ પ્રાપ્ય એટલી સંસ્કૃતપ્રધાન વિદ્યાઓમાં તો નિષ્ણાત હતા જ, પણ