________________
જીવનની રૂપરેખા એ શંકા ઉઠાવવાનું કારણ ન રહેત. એમની શંકા એ છે કે શક સંવત ૭૦૦માં એક દિવસ છે એટલે શક સંવત ૭૦૦ના છેલ્લાને આગલે દિવસ; આ દિવસ ચૈત્ર કૃષ્ણ ચતુર્દશી ન હોય, પણ ફાગણ કૃષ્ણ ચતુદશી હોઈ શકે, કેમ કે ફાગણ વદ અમાસે વર્ષ પૂરું થાય છે. આ શંકા ઉચિત તો લાગે છે, પણ એને ખુલાસે છે. યાકોબીએ પિતાની રીતે બહુ પહેલાં જ કરેલો, જ્યારે કે તેમણે મુનિ શ્રી જિનવિજયજીને નિર્ણય માન્ય રાખેલો.૨૩ આમ છતાં અમને એ વિષે વિશેષ ઊહાપોહ કરવો યોગ્ય લાગ્યો. તેથી અમે પ્રાચીન અને અર્વાચીન જ્યોતિષના નિષ્ણાત પ્રાધ્યાપક શ્રી હરિહર ભટ્ટ સમક્ષ એ પ્રશ્ન વિશેષ સ્પષ્ટતા ખાતર મૂક્યો. એમણે યાકેબીના ખુલાસાને ધ્યાનથી વિચાર્યો અને લભ્ય બધાં સાધનોથી એકસાઈ કરી તે એમને એમ લાગ્યું કે યાકોબી ધારે છે તેમ તે વખતે બે ચૈત્ર માસ ન હતા, પણ એ વૈશાખ માસ હતા; તેમ છતાં ચેત્ર કૃષ્ણ ચતુર્દશીને ઉલ્લેખ તે સાચે જ છે. ૨૪
શ્રી હરિહરભાઈના ઉપરના ખુલાસાથી અને યાકેબી તેમજ ઐતિહાસિક વિદ્વાન પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી આદિન નિર્વિવાદ સ્વીકારથી હરિભદ્રના સમય વિષે મુનિ શ્રી જિનવિજયજીએ કરેલો નિર્ણય છેવટને છે એમ માનીને જ આપણે હરિભદ્રના જીવન અને કાર્ય અંગે વિચારવું ઘટે.
વિદ્યાભ્યાસ હરિભ નાની ઉંમરથી વિદ્યાભ્યાસ ક્યાં અને કોની પાસે કર્યો એવો કોઈ નિર્દેશ છે જ નહિ, પણ એમ લાગે છે કે તેઓ જન્મે બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણ પરંપરામાં યજ્ઞોપવીત સમયથી જ વિદ્યાભ્યાસને પ્રારંભ મુખ્ય કર્તવ્ય લેખાતું. તેમણે એ પ્રારંભ પોતાના કુટુંબમાં જ કર્યો હોય કે આસપાસના કોઈ યોગ્ય સ્થાનમાં, પણ એટલું નક્ક લાગે છે કે તેમણે પોતાને વિદ્યાભ્યાસ પ્રાચીન બ્રાહ્મણ