________________
સમદર્શ આચાર્ય હરિભદ્ર કાળથી એક પ્રથા ચાલી આવે છે કે કોઈ પણ એક જ્ઞાતિના લેકે એક જ વાસમાં રહે. તેથી જ વૈશાલીનાં માહણકુંડ, ખત્તિયકુંડ, વાણિજગામ એવાં પરાં જાણીતાં છે, અને જ્યાં બ્રાહ્મણગ્રામ એ ઉલ્લેખ આવે ત્યાં વિદ્વાનો એને વિષે એવો ખુલાસો કરતા આવ્યા છે કે એ ગામમાં બ્રાહ્મણોનું પ્રાધાન્ય અને ઈતર વણે ગૌણરૂપે રહે છે. આજે પણ ઉદેપુર, જોધપુર, જયપુર જેવાં શહેરોમાં બ્રાહ્મણોની વસતીઓ બ્રહ્મપુરી તરીકે ઓળખાય છે. ૧૯
સમય
હરિભકના સમયનો પ્રશ્ન વિવાદાસ્પદ હતું. પ્રાચીન ઉલેખે પ્રમાણે મનાતું આવતું કે હરિભદ્ર વીર સંવત ૧૯૫૫ (વિ. સં. ૫૮૫)માં સ્વર્ગવાસી થયા, પણ આ મુદ્દા પર છેવટનો નિર્ણય આચાર્ય શ્રી જિનવિજયજીએ એમના તે વિષેના નિબંધમાં કરી નાખ્યો છે. ૨૦ એ નિર્ણય દરેક ઐતિહાસિક સ્વીકાર્યો છે. તદનુસાર હરિભકનો જીવનકાળ લગભગ વિ. સં. ૫૭ થી ૮૨૭ સુધીનો અંકાય છે. આ નિર્ણય ઉપર આવવાના અનેક પુરાવાઓ પૈકી એક ખાસ ઉલ્લેખનીય પુરાવો ઉદ્યોતનસૂરિ ઉપનામ દાક્ષિણ્યચિહ્નકૃત કુવલયમાલાની પ્રશસ્તિગાથાઓ છે. દાક્ષિણ્યચિહ્ન પિતાની કુવલયમાલાની સમાપ્તિનો સમય એક દિવસ ન્યૂન શક સંવત ૭૦૦ અર્થાત શકસંવત ૭૦૦ની ચત્ર કૃષ્ણ ચતુર્દશી નોંધે છે અને તેઓ હરિભદ્રને પિતાના પ્રમાણ–ન્યાયશાસ્ત્રના વિદ્યાગુરુ તરીકે નિર્દેશે છે. આ સમય સાથે પૂર્ણપણે મેળ ખાય એવા અનેક ગ્રંથ અને ગ્રંથકારોના ઉલ્લેખો હરિભદ્રના વિવિધ ગ્રંથમાં ૨ મળે છે અને તેથી ઉપર નિર્દેશેલ હરિભદ્રને સત્તાસમય નિર્વિવાદ સિદ્ધ થયા છે.
પ્રો. કે. વી. અત્યંકરે વિંશતિવિંશિકા નામના હરિભદ્રના પ્રાકૃત ગ્રંથની પ્રસ્તાવનામાં ઉક્ત નિર્ણય સામે શંકા રજૂ કરી છે; પણ જે તેમણે પ્ર. યાકેબીને ખુલાસો ધ્યાનથી વિચાર્યું હોત તે એમને