________________
સમદર્શી આચાર્ય હરિભદ્ર જીવન અને કાર્યને લગતી ચર્ચા વિગતે કરી છે. તેવા સાહિત્યની એક નેંધ અંતે પરિશિષ્ટમાં આપવી યોગ્ય થશે. અહીં તો એ સાહિત્યને આધારે પ્રસ્તુત પ્રસંગ સાથે ખાસ જરૂરી જણાય એવી અગત્યની બાબતે વિષે જ ચર્ચા કરીશું. વિશેષ જિજ્ઞાસુ પરિશિષ્ટમાં નેધેલ યાદી ઉપરથી વધારે આકલન કરી શકે.
જન્મસ્થાન હરિભકના જીવનને લગતી માહિતી આપનાર ગ્રંથોમાં વધારે પ્રાચીન લેખાતી ભદ્રેશ્વરની અદ્યાપિ અમુદિત “કહાવલી” નામની પ્રાકૃત કૃતિ છે. તેનો રચના સમય નિશ્ચિત નથી, પણ ઐતિહાસિક વિચાર એ કૃતિને વિક્રમના બારમા સૈકાની આસપાસ મૂકે છે. એમાં આચાર્ય હરિભદ્રના જન્મસ્થાન તરીકે “પિવંગુઈ ગંભપુણી ૧૦ એવો ઉલ્લેખ વંચાય છે, જ્યારે ઇતર ગ્રંથમાં એમના જન્મસ્થાન તરીકે ચિતડ-ચિત્રકૂટ ૧૧ સૂચિત છે. આ બે નિર્દેશો જુદા હોવા છતાં વસ્તુતઃ એમાં ખાસ વિરોધ જેવું નથી લાગતું. “પિવંગુઈ” એવું મૂળ નામ શુદ્ધ રૂપમાં સચવાઈ રહ્યું હોય કે કાંઈક વિકૃતરૂપે પ્રાપ્ત થતું હોય એ કહેવું કઠણ છે, પણ એની સાથે “બંપુણી” એવો જે ઉલ્લેખ છે તે “બ્રહ્મપુરી નું જ વિકૃત લખાણ છે. આ રીતે બ્રહ્મપુરી કોઈ નાનું ગામ હોય, કસબો હોય કે કોઈ નગર–નગરીનો એક ભાગ હોય તોય તે ચિતોડની આસપાસ હશે. તેથી જ ઉત્તરકાલીન ગ્રંથોમાં વધારે પ્રખ્યાત એવા ચિતોડનો નિર્દેશ સચવાઈ રહ્યો અને બ્રહ્મપુરી ગૌણ બની ગઈ યા લક્ષમાં ન રહી.
ચિતડ દુર્ગની પ્રતિષ્ઠા પહેલાં, તેનાથી ઉત્તરમાં લગભગ પાંચછ માઈલની દૂરી પર શિબિ જનપદની રાજધાની તરીકે મધ્યમિકા નગરી વિખ્યાત હતી, જે અત્યારે “નગરી” તરીકે ઓળખાય છે. એ નગરી ઘણું પ્રાચીન અને સત્તા, વિદ્યા તથા ધર્મોનું કેન્દ્ર રહી છે. ૧૨ તેથી જ એના ઉપર સમયે સમયે આક્રમણો થતાં રહ્યાં. એની નૈધ