________________
શબ્દશક્તિઃ અભિધા . ૭૩ પ્રાણિવર્ગોથી જુદો પાડે છે. ભહરિ કહે છે કે પદાર્થમાત્રમાં બે ભાગ છે, સત્ય અને અસત્ય. વ્યક્તિ એ અસત્ય ભાગ છે અને એને નાશ થાય છે; પણ જાતિ એ સત્ય ભાગ છે; એને નાશ થતો નથી. સાધ્ય ઉપાધિ તે ક્રિયા. યાદછિક ઉપાધિ એટલે સંતા–વસ્તુને જે ખાસ નામ આપણી ઈચ્છાથી આપ્યું હોય છે તે.
આ પ્રમાણે વૈયાકરણ અને આલંકારિકે જાતિ, ગુણ, કિયા, અને સંજ્ઞામાં સંકેત મૂકે છે. તેમના મત પ્રમાણે ચારમાંથી ગમે તે કઈ અર્થ શબ્દમાંથી નીકળે છે. ભાષ્યકાર કહે છે કે શબ્દની પ્રવૃત્તિ ચાર પ્રકારની છે-જાતિશબ્દ, ગુણશબ્દ, કિયા શબ્દ, અને યદચ્છાશબ્દ આ પ્રમાણે ઉપાધિના વિભાગ નીચે પ્રમાણે થાય છે
ઉપાધિ
સ્વાભાવિક
૪. યાદચ્છિક (સા) ૩. સાધ્ય (ક્રિયા)
સિદ્ધ
૧. પ્રાણપદ--
૨. વિશેષ મૂકનાર વસ્તુને વસ્તુ
(ગુણ) બનાવનાર (જાતિ)
આ પ્રમાણે સંકેતથી શબ્દમાંથી જાતિ, ગુણ, કિયા, કે સંજ્ઞાને અર્થ નીકળે છે. વાક્યમાં પ્રધાન પદ બેજ છે–નામ અને આખ્યાત (ક્રિયાપદ). બીજાં પદ એ બેની સાથે જોડાયેલાં છે. નામ સંજ્ઞાવાચક, જાતિવાચક, કે ભાવ (ગુણ) વાચક હોય છે. આમ વૈયાકરણને સંકેત યુક્ત છે. - સાધન-સંકેતનું જ્ઞાન નીચેનાં સાધનથી પ્રાપ્ત થાય છે - છે. કેશ; ૨. વ્યાકરણ ૩. આસ–ભરે રાખવા લાયક-પુરુષનું