________________
७४ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વચન ૪. વાક્યશેષ–પૂર્વાપર સંબંધ, પ. ઉપમાન; ૬. પ્રસિદ્ધ પદને સંબંધ અને ૬, વ્યવહાર.
અભિધા પ્રકાર–સંકેત પ્રમાણે જે અર્થ નીકળે છે તે સંકેતિત અર્થને વાચ્યાર્થ કહે છે અને શબ્દની જે વૃત્તિ કે વ્યાપારથી તેમાંથી એવો અર્થ નીકળે છે તે વૃત્તિને અભિધાવૃત્તિ કહે છે. વૃત્તિને શક્તિ પણ કહે છે. અભિધા વૃત્તિના ત્રણ પ્રકાર છે ગ, રૂઢિ, ને
ગરૂઢિ. કેટલાક શબ્દ માત્ર પ્રકૃતિ ને પ્રત્યયને જે અર્થ થાય તેને બોધ કરે છે. પાચક (
પરાંધવું, અક-નાર; રાંધનાર), પાઠક (પઠનાર); કારક (કરનાર); પાચન (
પ અન–કિયાવાચક પ્રત્યય; પચવું તે); ભજન (ભજવું તે); ભક્તિ, શક્તિ; સ્વાભાવિક, માધુર્ય, તેજસ્વી હેશ્યાર (હોશયાર–વાળા) વગેરે એવા શબ્દ છે. એ શબ્દ યૌગિક કહેવાય છે. જે વૃત્તિથી એ અર્થ શબ્દમાંથી નીકળે છે તેને યોગ કહે છે. એગ એટલે વ્યુત્પત્તિ. ઘણા શબ્દમાંથી લાંબા સમયના પ્રયોગબળે ચાલ્યા આવતા અર્થનું ભાન થાય છે. ગાય, ઘેડ, વગેરે એવા શબ્દ છે. કેટલાક વૈયાકરણના મત પ્રમાણે શબ્દમાત્ર ધાતુથી વ્યુત્પન્ન થયા છે, તેથી એવા શબ્દની પણ વ્યુત્પત્તિ છે. પરંતુ એ વ્યુત્પત્તિ બહુ વિચિત્ર પ્રકારની કરવી પડે છે. ગાય એટલે સંસ્કૃત નો શબ્દને ધાતુ પામ્ “જવું આપે છે, “ગાય” શબ્દના પ્રચલિત અર્થને જ ધાતુના અર્થ સાથે બહુ સંબંધ નથી. “ગાય” અર્થ થાય છે તેનું કારણ એ શબ્દ
ધાતુ પરથી આવ્યું છે તે નથી; પણ એ અર્થ લાંબા કાળના પ્રગથી પ્રચાર પામ્યો છે રૂઢ થયે છે તે છે. આ શબ્દવૃત્તિ તે રૂઢિ અને રૂઢિથી જે અર્થ વાચ્ય થાય છે તે રૂઢાર્થ કહેવાય છે. યેગમાં શબ્દના અવયવમાં-પ્રકૃતિ ને પ્રત્યયમાં શક્તિ રહેલી છે; રૂઢિમાં સમગ્ર શબ્દમાં જ રહેલી છે. આ કારણથી ભેગને અવયવશક્તિ ને રૂઢિને સમુદાયશક્તિ કહે છે. વળી કેટલાક શબ્દ એવા છે કે તેમાં વેગ ને રૂઢિ બંને વૃત્તિ રહેલી છે. એવા શબ્દ ગરૂઢ કહેવાય