________________
૪૯
ગુજરાતી ભાષાને ઈતિહાસ તેજ પ્રમાણે આ ખતની ભાષામાં છે. પરંતુ તેમાંથી જૂની ભાષાના લક્ષણ સચવાયેલા શબ્દ ને રૂપ મળી આવે છે.
ઇ. સ. ૧૫૦૦માં થયેલા જોશી જગન્નાથકૃત “ભુવનદીપકના ભાષાન્તરમાંના નમુના:
હવઈ જાતિ બેલીશિ. મંગલ રક્તવર્ણ જાણિવુ.
ગુરુ વાણિયુશનિ દાસુ, રાહુ મલું, બુધ, શુક્ર, શનિ, રાહુ, એ ચારિ મિત્ર જાણિવા. એહ ચિહુ ટલતુ પાંચમુ હુઈ તુ શત્રુ જાણિવું (એ ચાર ટાળતાં).
શાળાપત્ર, પુ. ૪૮, પૃ. ૩૪૧-૪૭ ઇ. સ. ૧૫૫૫માં લખેલી શાલીહોત્ર'ના ગુજરાતી ભાષાન્તરની પ્રતમાંથી—
મુખિ ચિહુ પગિ યે અશ્વ કાલા હુઈ તે અયોગ્ય તે યમદૂત જાણિવું. જિમણું ગાલનું ભમર સૌખ્ય લક્ષ્મી પ્રાપ્ત કરઈ. કાખે ભમરા હુઈ તે સ્વામી નઈ મારઈ. '
વ્રજ કૃત “ગુજરાતી ભાષાને ઇતિહાસ', પૃ. ૭૪ * - ઇ. સ. ૧૫૨૪માં લખેલી જૈન “નવતત્વ માલાબેધ” નામના પુસ્તકની પ્રતિમાને નમુને
કેતલઈ ઘણું દીસ રહઈ પછઈ વિણસઈ એ સ્થિતિ કહઈ. વલી તે ગલી બાંધતાં ત્રીજઉ રસ બંધાઈ એકિ ગોલીનું મધુરઉ એકિનઉ કડુ એકિનઉ ચરક એકિનું ખાટલે રસ હુઇ.
વ્રજ ૭ કૃત “ગુજ ૦, પૃ ૭૩ ઈ. સ. ૧૭મા ને ૧૯મા સૈકાની પ્રેમાનન્દ, સામળ, ધીરા, વગેરેની ભાષા જાણીતી છે. તે હાલનીજ ભાષા છે. એ સમયના જૈન રાસાઓના થોડા નમુના નીચે આપ્યા છે –
મેઘરાજવિરચિત “નળદમયંતી, ઈ. સ. ૧૬ ૦૭-- આવ્યું સુખ પામ્ય કુણે, દુ:ખ પણ પામ્યું કે, ચક્રતણું આરા સવે, ફરતા આવે જેણ.