________________
૩૮
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ જેહ-તઉ; હતઉ–ઉ–થકી (જેથી, થી;).
જેહ-સિલું ઇત્યાદિ બેલિવઈ સહાદિગિ ત્રીતીયા હુઇ. (જેની સાથે ઈત્યાદિ બોલવામાં સહાદિને યોગે તૃતીયા થાય છે.)
કિશું પૂછઈ? (શું પૂછે?) કિસિઈ તરઈ ? (શા વડે તરે ?) ધર્મિ (ધર્મ વડે)
કિસ-નઈ કારણિ ધર્મ હુઈ? (શાને માટે ધર્મ થાય ?) (સુખનઈ (સુખને)
ઇ. સ.ના ૧૫મા સૈકાની ભાષાના નમુના. એમાં પદ્મનાભ, ભાલણ, ભીમ, વગેરેના ગ્રન્થના દાખલા છે.
પદ્મનાભના “કાન્હડદે પ્રબન્ધ’માંથી પહિલ રાઈ હું અવગણિ3; માહર બન્ધવ કેસર હણિ ૧.૨૫
(પહેલ રાયે હું અવગણ્ય-મને અવગણ્યો, મારે બાધવ કેશવ હો.)
તસ ધરણી ઘરિ રાખી રાઈ. એ વહુ રસ ન સહિણું જાઈ. ગૂજરાતિ સ્પં માંડિસિ કલહુ માહાર સાથિ કટક મોકલું ૧.૨૬
(તેની ગૃહિણી–સ્ત્રી ઘરમાં રાયે રાખી. એ વડો–મેટો રોષ સહ્યો જાતું નથી. ગુજરાતની સાથે કલહ માંડીશ, મારી સાથે કટકલશ્કર મોકલે.)
કીધઉ કૂચ, ઊપડીઆ સાહણ, ઘણું નીસાણુ બજાવ્યા; ભાજી દેસ દેવકઈ પાટણિ દલ દેખતા આવ્યા ૧.૭ળા
(કૂચ કીધી, સાધન-લશ્કરે ઉપડ્યાં, ઘણું નિશાન વગાડ્યાં, દેશ ભાંગી દેવના પાટણમાં જોતજોતામાં લશ્કર આવ્યાં.)
કાન્હ તણઈ સંપત્તિ ઈસ જિસૌ ઇન્દ્રહ ઘરિ રિદ્ધિ; સવે દિવસિ વાસુ વસઈ રાજભવનિ નવ નિદ્ધિ ૧.૯
(કાહની એવી સંપત્તિ છે કે જેવી ઈન્દ્રને ઘેર રિદ્ધિ છે; સર્વ દિવસ રાજભવનમાં નવ નિધિ વાસ વસે છે.)