________________
૫૦૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
જેમાં બબ્બે પાદ સરખા હોય છે તે અર્ધસમવૃત્ત કહેવાય છે જેમકે વૈતાલીય અને પુષિતાગ્રા. | માત્રાસમક-એમાં દરેક પાદમાં ૧૬ માત્રા છે પરંતુ તેમાં કઈ હ્રસ્વ ને કઈ દીધે એમ જુદી જુદી રીતે જુદા જુદા પ્રકાર થાય છે. તેમાં નવમી માત્રા લઘુ ને છેલ્લી ગુરુ એ ઘણે સામાન્ય પ્રકાર છે. (માત્રામવં નવો રસ્ય)
પાદકુલક–એમાં માત્રાસમકના જુદા જુદા પ્રકાર એકઠા થયા હોય છે. પરંતુ દરેક પાદમાં ૧૬ માત્ર એટલું બંધન તે છેજ,