________________
ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ
પ્રકરણ ૪૯મું
વૃત્તવિચાર વૃત્તઃ છન્દ-કવિતાના છંદ વિષે થોડુંક જાણવું ઘણું અગત્યનું છે. એનું પૂર્ણ વર્ણન પિગળમાં કરેલું હોય છે. અહિં ઘણા અગત્યના છન્દ વિષ સહેજ વિવેચન જરૂરનું હોવાથી કર્યું છે. - છન્દના ભાગ–અમુક અક્ષરના કે માત્રાના નિયમ પ્રમાણે શબ્દ એવી રીતે ગોઠવ્યા હોય કે તેને અમુક રીતે ગાઈ શકાય ત્યારે છન્દ બન્યા કહેવાય છે. એ છન્દના બે, ચાર, કે છ ભાગ હોય છે. બે ભાગ હોય છે ત્યારે દરેકને તૂક કહે છે. ચાર કે છ ભાગ હોય છે ત્યારે તેને પાદ કે ચરણ કહે છે. સંસ્કૃતમાં તે છન્દના ચાર ભાગ હોય છે ને તેને પાદ એટલે ચતુર્થાંશ કહે છે. ગુજરાતીમાં “પાઈ, ના ચાર પાદ ને છપ્પા’ના છ પાદ હોય છે.
વૃત્ત અને જાતિ–છન્દન વૃત્ત અને જાતિ એવા બે ભાગ છે. વૃત્તનું બંધારણ વર્ણની સંખ્યા કે ગુરુલઘુત્વના નિયમ પર છે અને જાતિનું બંધારણ માત્રાના મેળ પર છે. જાતિમાં અમુક માત્રા પછી તાલ આવે છે, એટલે બેલતાં ત્યારે ભાર મૂકવે પડે છે. ગીત ગાતી વખતે અને નૃત્ય કરતી વખતે હાથની આંગળીઓને સંકડાવવી કે લંબાવવી એમ અંગેની કિયાથી. ગાવું ને નાચવું એ રીત અને કાળ અને ક્રિયાનું જે માપનિયમહેતુ તેને તાલ કહે છે. જ્યાં તાલ આવે છે ત્યાં તાલી આપી શકાય છે.
વૃત્ત ગાતાં અમુક અંતરે વિસામે લઈ શકાય છે. એ વિસામા. ને યતિ કહે છે.
ગણુ-વૃત્તનું બંધારણ ગણ ઉપર છે. ત્રણ ત્રણ અક્ષર મળીને ગણું થાય છે. ગણુનું બંધારણ હ્રસ્વદીર્ઘ સ્વર ઉપર છે. હવે