________________
પ્રબઃ પ્રકારનું કાયિવિચાર
૪૯૫ અલંકાયુક્ત અને રસભાવથી પરિપૂર્ણ હોય છે. રઘુવંશાદિ મહાકાવ્ય કહેવાય છે. ઋષિપ્રત મહાકાવ્યમાં–મહાભારતાદિમાં સર્ગને સ્થાને આખ્યાન હોય છે. પ્રાકૃત કાવ્યમાં સર્ગને સ્થળે આશ્વાસ અને અપભ્રંશનિબદ્ધમાં કાવ્યમાં કુડવક હોય છે. નાના કાવ્યને ખંડકાવ્ય કહે છે. “મેઘદુત ખંડકાવ્ય છે.
થા અને આખ્યાયિકા--કથામાં રસયુક્ત વસ્તુ ગદ્યથી જ વિનિર્મિત હોય છે. ક્વચિત્ આર્યા અને ક્વચિત્ વત્ર, અપવકત્ર છેદે હોય છે. આરંભમાં પદ્યથી નમસ્કાર હોય છે અને પદ્યથી ખલાદિનું વૃત્ત કહેલું હોય છે. કાદમ્બરી આદિ કથા છે.
આખ્યાયિકામાં કથાની પેઠે નમસ્કાર ખલવૃત્તનું કીર્તન, અને રસયુક્ત વસ્તુનું વર્ણન હોય છે, પરંતુ વિશેષ એ છે કે એમાં કવિના વંશનું અનુકીર્તન હોય છે. અન્ય કવિઓનાં ચરિત્ર અને પદ્ય કવચિત ક્વચિત્ હોય છે. હર્ષચરિતાદિ આખ્યાયિકા છે.
આ કથાના ભાગ આશ્વાસ કહેવાય છે અને આશ્વાસના આરંભમાં આર્યા, વકત્ર, કે અપવિત્રમાંના કેઈક છન્દથી ભાવી અર્થનું સૂચન થાય છે.
ચપૂ-ગદ્યપદ્યમય કાવ્ય તે ચમ્પ કહેવાય છે. એમાં એકને એક વિષય ગદ્ય અને પદ્યમાં હોય છે. “જચપૂ” આદિ ચપૂઓ સંસ્કૃતમાં છે. આચાર્ય વલ્લભજીએ “સૈરબ્રી-ચપૂ” નામનું પાંચ સ્તબકવાળું ચપૂકાવ્ય ગુજરાતીમાં રચી સાહિત્યની વૃદ્ધિ કરી છે. પાંડે વિરાટને ત્યાં ગુપ્ત વેશે રહ્યા ત્યારે દ્રૌપદી સૈરબ્રીના નામથી સુદેષ્ણાની દાસી હતી તે સમયને ઈતિહાસ એ ચમ્પને વિષય છે. - બિરુદ-ગદ્યપદ્યમય રાજસ્તુતિ બિરુદ કહેવાય છે. ગોહિલબિરદાવલી” આદિ એવા ગ્રન્થ છે.