________________
४८० ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
અપ્રસ્તુતપ્રશંસા–અપ્રસ્તુતનું–જેને વર્ણવવું નથી તેનુંવર્ણન કરવું પરંતુ તેથી પ્રસ્તુત સમજાય તે અલંકાર અપ્રસ્તુતપ્રશંસા થાય છે. અર્થાત્, જેનું વર્ણન કરવું હોય તેનું વર્ણન ન કરતાં તેને લાગુ પડે એવું બીજાનું વર્ણન કરવું તે અપ્રસ્તુતપ્રશંસા (અપ્રસ્તુત=અવર્ય ને પ્રશંસા=કથન, વર્ણન; સ્તુતિ નહિ). આ અલંકારને અતિ પણ કહે છે.
૧. હે ચાતક મિત્ર! સાંભળ, જે જે મેઘને દેખે તે તે તરફ દીન વાણુ મા બેલ.
આમાં ચાતકનું વર્ણન અપ્રસ્તુત છે તેથી સ્વાભિમાન રાખવું, ખુશામદ ન કરવી, એ પ્રસ્તુત ગમ્ય થાય છે, માટે અલંકાર અપ્રસ્તુતપ્રશંસા છે. ૨. “ન માને કહ્યું કંઈરીસાળ રગિયા, ક્યમ સૂર્યથી દીપે કટિ અગિયા, ક્યમ હરણે જીતે વઢે વાઘ સાથે, કુંજર જીત્યે કદી સુણે સિંહ સાથે
રણયજ્ઞ, કડ૦ ૨મું રાવણને મદરી કહે છે કે કેટી આગીઆ પણ સૂર્યને જીતતા નથી; હરણ વાઘને જીતતું નથી ને હાથી સિંહને જીતે નથી. આ બધું અપ્રસ્તુતેનું વર્ણન છે; તેથી પ્રસ્તુતનું–રાવણ રામને જીતી શકનાર નથી તેનું-સૂચન થાય છે, માટે અલંકાર અપ્રસ્તુત પ્રશંસા છે.
સ્વભાક્તિ ચારુ યથાવત્ વસ્તુવર્ણન જેમાં હેય તે સ્વભાક્તિ અલંકાર છે.
દાખલેઃસુખકરા મધુરા મધુરાનના અનલસા ચપલા ચપલાસમા; વિવિધ ખેલ ખેલત બાલિકા યમન એ ખલુ ચનચન્દ્રિકા. આમાં બાળાનું વર્ણન છે. કવિ કાલિદાસનું
ઝળકન્ત દન્તકળિઓ અનિમિત્ત હાસે, વાણી વળી કલકલી મધુરી લપે જે