________________
પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર
૪૯૧ ખેળે ઈ છે રમત બાળક જે ધરે તે
ધાજ અંગરજચિહ્ન થકી છવાય. ગઝશ્યન્તલુકાનનિમિત્તા સૈ૦ એ પદ્ય ને ભવભૂતિનું નિયતતિમાં વિજ્ઞા” એ તેમજ જેમાં અશ્વનું વર્ણન છે એ પશે સ્વભાક્તિનાં ઉત્તમ દૃષ્ટાન્ત છે.
આક્ષેપ-જે કહેવા ઈચ્છતા હોઈએ તેને જાણે નિષેધ કરતા હોઈએ તેવી રીતે–નિષેધાભાસથી વર્ણન કર્યું હોય ત્યાં આક્ષેપાલંકાર થાય છે. રે ખલ તુજ સઉ ચરિતે સુજને પાર્વે વિવિત કરૂં હું જે, નહિ નહિ રે પાપાત્મન ! કથાપિ તુજ મે અવદ્યા છે.
તારી કથા પણ કહેવી યુક્ત નથી. તારા નામથી ને વિચારથી પણ દૂર રહેવું જ ઈષ્ટ છે. ' અપહૃતિક-ઉપમેયને નિષેધ કરીને, એટલે તે અસત્ય છે એમ વર્ણવીને, ઉપમાનને જ્યાં સત્ય તરીકે વર્ણવ્યું હોય ત્યાં અપર્ણતિ અલંકાર છે. એમાં વસ્તુ તે વસ્તુ નથી, પણ અન્ય વસ્તુ છે એમ ચમત્કારથી વર્ણન કરેલું છે.
નારિ તારિ નાસિકાને મોર, નય ભૂષણ ચિત્તને ચેર. રક્ત અધર હસે મંદ મંદ, નહિ લાસ્ય એ મેહને ફંદ.”
પ્રેમાનન્દ-ઓખાહરણ, કડવું ૨૨મું અહિં ભૂષણ છે તેને ભૂષણ નથી એમ કહી ચિત્તના ચાર તરીકે વર્ણવ્યું છે, હાસ્યને હાસ્ય નથી એમ વર્ણવી મેહને ફંદ કહ્યું છે.
બીજા અલંકારે–ભ્રાન્તિમત, સસંદેહ ભાવિક, વગેરે સમજી લેવા. અહિં મુખ્ય અલંકાર વર્ણવ્યા છે.