________________
૨૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ફારસી ને અરબી ભાષાના શબ્દ દાખલ થયા છે, તે પણ એ ભાષાની અસર ભાષાઓના બંધારણ પર થઈ નથી.
વિદેશીય શબ્દ–વેપારને અર્થે યુપીઅન પ્રજાઓમાં સર્વથી પહેલી પોર્ટુગીઝ પ્રજા આવી. એ લેકેની સાથે ગુજરાતીએને સમાગમ થવાથી ગુજરાતી ભાષામાં કેટલાક પોર્ટુગીઝ ભાષાના શબ્દ પણ દાખલ થયા છે. અંગ્રેજ સરકારનું રાજ્ય થવાથી અંગ્રેજી ભાષાના શબ્દ પણ ગુજરાતી ભાષામાં પ્રવેશ પામ્યા છે.
દાખલા--આ પ્રમાણે ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાના તત્સમ ને તદ્ભવ શબ્દ ઉપરાંત દેશ્ય, ફારસી, અરબી, પોર્ટુગીઝ, અને અંગ્રેજી ભાષાના શબ્દ માલમ પડે છે. થોડાક દાખલા નીચે આપ્યા છે. ફારસી શબ્દ––અજમાયશ, આબાદી, ખરીદ, ગુમાસ્તે, ગુજરાન,
તાજગી, તવંગર, તંદુરસ્તી, દસ્તાવેજ, દરિયે, પ્યાલે, ફડન
વીસ, શેતરંજી, સખુન, સરપાવ, હોશિયાર, હવા, હજાર અરબી શબ્દ--અકલ, અખત્યાર, આબેહૂબ, ઈન્સાફ, ઈજા, ઈન્સાન,
એબ, ઉમદા, ખબર, ખર્ચ, તકરાર, તફાવત, દલીલ, દુનિયા,
મજકૂર, મગૂલ, માજી, શર્મત, સલાહ, હવાન, હુકમ, હેવાલ પિર્ટુગીઝ શબ્દ-ઈંગ્રેજ, પગાર, પિસ્તોલ, પલટણ, કમાન, એન્જિની
અર, ચા, કાફી, લિલાઉ, ગવંડર, ગે-ડાઉન, ચાવી, મોસંબી અંગ્રેજી શબ્દ–અપીલ, કેરટ, ટિકિટ, ટેબલ, પેિન્સિલ, પોટીસ, ફર્મો,
બુટ, બેલિફ, બોર્ડિંગ, વાટ, રસીદ, રબર, મ્યુનિસિપૅલિટિ, સેવિંગ બેંક, સદાવૉટર, હોટેલ, ઇસ્પિટલ, બાટલી, પાસ, દાકતર
સંસ્કૃતમાંથી નીકળેલી દેશી ભાષાઓ-હિંદી, પંજાબી, બંગાળી, ઉત્કલી, મરાઠી, ગુજરાતી, અને સિંધીમાની હિંદી, પંજાબી, સિંધી, ને ગુજરાતી અપભ્રંશ સાથે વધારે મળતી આવે છે. વૈયાકરણ