________________
ર૭
ગુજરાતી ભાષાને ઈતિહાસ એનું પણ સંસ્કૃતની પિઠ સાહિત્યમાં સ્થિર સ્વરૂપ થયું અને લેકભાષા તરીકે એમાં વિકાસ થતો ગયો ત્યારે એ વિકાસ પામેલી કે ભ્રષ્ટ થયેલી ભાષા તે અપભ્રંશ ગણાઈ. આ પ્રમાણે પ્રાકૃતની પેઠે દેશપરત્વે અપભ્રંશ થઈ. શૌરસેનની અપભ્રંશ તે નાગર અપભ્રંશ. એ અપભ્રંશ ગુજરાતમાં બોલાતી. ત્રાડ અપભ્રંશ તે સિંધની અપભ્રંશ.
તદ્ભવ શબ્દનું પ્રમાણ તદ્દવ શબ્દની સંખ્યા હિંદીમાં સર્વથી વધારે છે. મુસલમાનો પંજાબ અને સિંધમાં દાખલ થયા પછી ચારેક સૈકા રહીને હિંદીના પ્રદેશમાં તેમજ ગુજરાતમાં આવ્યા. આથી છેક સેળમા સૈકા સુધી હિંદીમાં ફારસી શબ્દ દાખલ થયા નથી. ત્યાંસુધી હિંદી ને ફારસી ભાષા તદ્દન જુદી જ રહી. ટોડર મલની નવી પદ્ધતિને લીધે હિંદુઓને ફારસી ભાષા શીખવાની જરૂર પડી ત્યારથી ફારસી શબ્દ હિંદીમાં દાખલ થયા ને ઉર્દૂ ભાષા જન્મ પામી. હિંદીની માતૃભાષા શૌરસેની છે અને ગુજરાતી તેની એક પ્રાન્તિક બેલી છે. - ફારસી ને અરબી શબ્દ-મુસલમાનેના સમાગમને લીધે સાતેદેશી ભાષામાં ફારસીને અરબી શબ્દ દાખલ થયા. જ્યાં એ સમાગમ વધારે હતો ત્યાં વધારે શબ્દ દાખલ થયા. છેક પશ્ચિમમાં–પંજાબ ને સિંધમાં–હિંદુ કરતાં મુસલમાનની સંખ્યા વિશેષ છે, તેથી ત્યાંની પંજાબી ને સિંધી ભાષામાં ફારસી અને અરબી ભાષાના શબ્દ વધારે છે. પૂર્વ તરફ ગંગાજમનાના વચલા પ્રદેશમાં બંને કોમની સંખ્યા લગભગ સરખી છે ને મુસલમાને બુદ્ધિશાલી છે. આથી તત્સમ શબ્દની સાથે ફારસી ને અરબી ભાષાના શબ્દ પણ વપરાય છે. છેક પૂર્વમાં–બંગાળા ને ઓરિસામાં-હિંદુની સંખ્યા વિશેષ છે, તેથી બંગાળી ને ઉત્કલી ભાષામાં તત્સમ શબ્દ વધારે છે. ગુજરાતી અને મરાઠીની સ્થિતિ લગભગ હિંદી જેવી છે. આ પ્રમાણે સાતે ભાષામાં