________________
ગુજરાતી ભાષાને ઇતિહાસ ૨૯ અપભ્રંશને શૌરસેની સાથે જોડે છે, કેમકે અપભ્રંશ માટેના ખાસ નિયમે આપી બાકીનું શૌરસેની પ્રમાણે છે એમ કહે છે. આ કારણથી ગુજરાતી શૌરસેની પ્રાકૃત કે અપભ્રંશમાંથી આવેલી છે એમ કહી શકાય. મરાઠી મહારાષ્ટ્ર પરથી આવી છે અને બંગાળી ને ઉત્કલીમાં શૌરસેની તેમજ મહારાષ્ટ્રનાં લક્ષણ છે. વળી એમાં વ્યંજનના ફેરફારમાં મુખ્યત્વે ર થાય છે તે પરથી એ ભાષાઓ માગધી પરથી ઊતરેલી જણાય છે. | ગુજરાતી ને અપભ્રંશ-ગુજરાતીને બીજી પ્રાકૃત કરતાં અપભ્રંશ સાથે વધારે સંબંધ છે. એ અપશનું વ્યાકરણ હેમચન્દ્ર, વિવિકમ, લકમીધર, માર્કંડેય, વગેરે વૈયાકરણએ કર્યું છે, તેમાં હેમચન્દ્ર અને લક્ષમીધરનામાં બીજા કરતાં વધારે હકીકત છે. હેમચંદ્રમાં ઘણાં ઉદાહરણે આપેલાં છે, તે પરથી અપભ્રંશમાં એને સમયની પહેલાં સાહિત્ય થયેલું જણાય છે. સંસ્કૃત વ્યાકરણના પર સંક્ષિપ્ત ટીકારૂપ મુવાવવો શ્રત્તિ નામે ગ્રન્થ જૂની ગુજરાતીમાં દેવસુંદરના શિષ્ય ઈ. સ. ૧૩૯૪માં લખ્યું છે. ભાલણ, ભીમ, અને પદ્મનાભ, નરસિંહ મહેતા, અને મીરાંબાઈ ઈ. સ. ના ૧૫મા સૈકામાં થઈ ગયાં છે. ભાલણકૃત “કાદમ્બરી’ અને પદ્મનાભના ‘કાન્હડદે પ્રબન્ધની ભાષા જૂની ગુજરાતી છે. ઈ. સ.ના ૧૯મા સૈકામાં નાકર કવિ તથા ૧૭મા સૈકામાં પ્રેમાનન્દ, અખા, સામળ, વગેરે કવિઓ થઈ ગયા છે, તેમની ભાષા હાલની ભાષા જેવી જ છે.
જૂની ગુજરાતીના નમુના પરથી નીકળતું અનુમાન --નીચે નમુનાઓ આપ્યા છે તે પરથી અપભ્રંશ ભાષા, જે ગુજરાતી ભાષાનું મૂળ છે તે તથા જૂની ગુજરાતી ભાષા કેવા પ્રકારની છે તે સમજાશે. ઈ. સ૦ના ૧૫મા તેમજ ૧૬મા સૈકાના બ્રાહ્મણગ્રન્થ તેમજ જૈન ગ્રન્થો મળી આવે છે તેમાંના કેટલાકમાંથી નમુના આપ્યા. છે. નરસિંહ મહેતા, જેમને ગુજરાતીમાં આદ્ય કવિ કહેવાને પ્રચાર