________________
४७४ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ઓની જ વાણું પાક પામે છે. પાક એ રસને ઉચિત શબ્દનિષ્પત્તિ અર્થનિષ્પત્તિ છે પણ શબ્દપાક કરતાં ઉપર કહેલો અર્થપાકજ ઉત્તમ છે. કવિ ભવભૂતિના ઉત્તરરામચરિતમાં એવો પાક જવામાં આવે છે. કાવ્યને અન્ત ભરતવાક્યમાં કવિએ કહ્યું છે તેમ એ નાટકની વાણી પરિપકવ થયેલી, પરિપાક પામેલી પ્રજ્ઞાનું ફળ છે. એજ કવિની અન્ય કૃતિમાં વાણીને ને અર્થનો એ પરિપાક જેવામાં આવતું નથી.
રસ અને ભાવ-રસનું વર્ણન ઉપર કર્યું છે. દેવ, દ્વિજ, ગુરુપુત્ર, મિત્ર, આદિને વિષે જે રતિ હોય છે તે, સ્ત્રી પ્રતિની રતિ પણ પરિપુષ્ટ ન થઈ હોય તો તે, કે અન્ય સ્થાથિભાવ પણ પરિપુષ્ટ ન થયો હોય તે તે, તેમજ કોઈ વ્યભિચારી ભાવ વિભાવાદિથી પરિપુષ્ટ થવાથી ગણુ જ રહી પ્રધાન થાય છે તો તે ભાવ કહેવાય છે. આ પ્રમાણે દેવાદિ સર્વ પ્રત્યેની રતિ, કાન્તાદિવિષયક અપુષ્ટ રતિ, રસાવસ્થા પ્રાપ્ત ન થયેલા હાસાદિ સ્થાયિભાવ, અને પ્રાધાન્ય વ્યંજિત થયેલા વ્યભિચારિભાવ એ સર્વને ભાવ કહે છે.
સાત્વિક ભાવ–સ્થાયિભાવ ને વ્યભિચારિભાવ ઉપરાંત આઠ બીજા ભાવ છે તે સાત્વિક કહેવાય છે. સ્તંભ (શરીર જડ થઈ જવું તે), સ્વેદ (પરસેવો), રોમાંચ (રૂં ઊભાં થવાં તે), સ્વરભંગ (અવાજમાં ફેરફાર), વેપથે (કમ્પ), વૈવર્ષે (ચહેરાની ફિકાશ), અશ્રુ (સુ), ને પ્રલય (મૂચ્છો, એ આઠ સાત્વિક ભાવ છે. એ અનુભાવ છે તોપણ એને આલંકારિકાએ પૃથક ગણ્યા છે તેનું કારણ એ છે કે અન્ય પુરુષના. ભાવની સાથે એકભાવતામાંથી–પર હૅદય સાથે અત્યન્ત સમાનભાવમાંથી-એ ઉત્પન્ન થાય છે. પારકના દુઃખ, હર્ષ આદિ ભાવને વિષે અત્યન્ત અનુકૂળ અન્ત:કરણ તે સવ. સત્તવમાંથી ઉત્પન્ન થતા ભાવ તે સાત્વિક ભાવ. એવા અન્તઃકરણમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી ખંભાદિ સાત્વિક ભાવ છે અને ભાવ સૂચવનાર વિકારરૂપ હોવાથી અનુભાવ પણ છે. - રસાભાસ ને ભાવાભાસ–રસ ને ભાવનું અનૌચિત્ય તે રસાભાસ ને ભાવાભાસ. ઉપનાયકને વિષે થયેલી રતિ કે મુનિ પત્ની કે ગુરુ