________________
પ્રબધા પ્રકારનું કાવ્યવિચાર
૪૭૩ આડંબરી જોઈએ ત્યાં આડઅરી, પ્રૌઢ જોઈએ ત્યાં પ્રઢ, પણ સર્વત્ર સરળ ને પ્રાસાદિકજ શૈલી સ્તુત્ય છે ને રીતિ ને વૃત્તિના વિવેચનમાંથી પણ એજ સાર નીકળે છે.
શવ્યાપદની પરસ્પર મૈિત્રીને શયા કહે છે. પરસ્પર એવાં અનુકૂળ પદે હોય કે તેને બદલે પર્યાય પદ મૂકી ન શકાય એવી ઉત્કૃષ્ટ રચના તે શવ્યા છે. મલિનાથ કહે છે કે જેમાં પદ પરિવૃત્તિ કે વિનિમય સહન ન કરે, અર્થાત અન્ય પયપદ વાપરી ન શકાય એવી રચના તે મિત્રી. લૉર્ડ મેકોલે પણ આવી મૈત્રી ઉત્તમ કવિનાં કાવ્યમાં હોય છે એમ સ્પષ્ટ કહે છે. તે કહે છે કે આપણે કવિતાની જાદુઈ શક્તિ વિષે ઘણી વાર સાંભળીએ છીએ. સામાન્ય રીતે એ શબ્દોને અર્થ કંઈ નથી. પણ મિટનની કવિતાને એ શબ્દો લાગુ પાડીએ તો તે ઘણુંજ ઉચિત છે. એની કવિતા મોહમંત્રના જેવી અસર કરે છે. તેની ખૂબી તેના વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થમાં રહેલી છે. પ્રથમ દષ્ટિએ જોતાં બીજા શબ્દો કરતાં એના શબ્દોમાં કંઈ વિશેષ માલમ પડશે નહિ; પણ એ શબ્દો તો મેહક શબ્દ છે. જેવા તે ઉચ્ચારાય છે કે તરતજ ભૂત ને વર્તમાન અને દૂર તે સમીપ થઈ જાય છે. તરતજ ચાવનાં નવીન સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે અને સ્મરણશક્તિમાંજ શબવત્ સંગ્રહી રાખ્યું હોય છે તે જાગ્રત થઈ જીવનમય થાય છે. જો તમે વાક્યની રચનામાં ફેરફાર કરશે, એક શબ્દને બદલે તેનો પર્યાયશબ્દ મૂકશે, તે તે કાવ્યનું બધું સૌન્દર્ય નષ્ટ થઈ જશે. એ મિલ્ટન કવિના “પરેડાઈસ સ્ટ' નામના કાવ્યના કેટલાક ભાગનો અનુવાદ કરવામાં થયેલી ડ્રાઈડન જેવા પ્રસિદ્ધ કવિની શોચનીય નિષ્ફળતા અને પ્રસિદ્ધ પુરાવો છે.
પાક-પાક એટલે અર્થગાંભીર્ય, અર્થની પરિપકવતા. તેના મુખ્ય બે ભાગ છે–દ્રાક્ષાપાક ને નાલિકેરપાક. જેમાં અંદર ને બહાર રસ સ્પરતા હોય તેને દ્રાક્ષાપાક કહે છે અને જેમાં રસ અંદર ઘણોજ ગૂઠ હોય તેને નારિકેલપાક કહે છે. આ પ્રમાણે પાક એ રસનો આસ્વાદવિશેષ છે. વિદ્યાધર કહે છે કે હમેશ અભ્યાસ કરનાર કવિ